fbpx
ભાવનગર

સિહોર તાલુકાના પાલડી ગામે ‘હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’નો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ

સિહોર તાલુકાના પાલડી ગામે ‘હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’ તૈયાર થતાં તેનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

આ સેન્ટરનો શુભારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, આરોગ્ય તંત્ર દ્વારા સતત નિગરાની અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે આજે આપણને આ અદ્યતન સુવિધાઓથી સુસજજ એવું હેલ્થ અને વેલનેસ સેન્ટર ઉપલબ્ધ થયું છે.

હેલ્થ અને વેલનેસ સેન્ટર આ વિસ્તારના લોકોની આરોગ્યની કાળજી રાખવામાં અને તેમની તંદુરસ્તી જાળવી રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પ્રમુખશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી સબ સેન્ટરની આસપાસની જગ્યામાં પેવર બ્લોક નાંખવા માટેની ગ્રાન્ટ આપવાની પણ આ તકે જાહેરાત કરી હતી. જેને ગ્રામજનોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના કાળમાં પોતાના જીવન અને પરિવારની ચિંતા કર્યા વગર કાર્ય કર્યું હતું તેનાથી આપણે સૌ વિદિત છીએ ત્યારે કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓની સલાહ અને માર્ગદર્શન મેળવી આપણાં આરોગ્યને સુધારીને રોગ પ્રતિકારક શક્તિ વધારીએ તે અત્યારના સમયની જરૂરિયાત છે.

આ સેન્ટરના શુભારંભ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સાથે જિલ્લા સદસ્ય મુકેશભાઈ રાઠોડ, સરપંચશ્રી નયનાબેન કિરીટભાઈ ભરોડીયા અને સગર્ભા માતાઓ તેમજ દાતા શાંતિભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો જોડાયાં હતાં.

સ્વાગત પ્રવચન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢના ડો.મિલનભાઈ ઉપાધ્યાયે કર્યું હતું.આભારવિધિ સુપરવાઇઝર વિક્રમભાઈ પરમારે કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિતે કર્યું  હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢના ડો.મિલનભાઈ ઉપાધ્યાય, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આરતીબેન પરમાર, રેખાબેન સોલંકી, દિનેશભાઈ ચાવડા, આશાબહેનો રમીલાબેન ગૌસ્વામી, કંચનબેન ગૌસ્વામી, સુપરવાઇઝર મંજુલાબેન મોરડીયા, અભયભાઈ મોરી, પરેશભાઈ બુચ, ચેતનભાઈ પરમાર, રાનાજીતભાઈ ડાભી, દેવાયતભાઈ ઓપરેટર, પાલડી હાઈસ્કૂલના વાઢેરભાઈ, શિરીષભાઈ પટેલ, આશાફેસી ચંપાબેન હેરમાં, જીતુભાઇ ખોરાળા, ભરતપરી ગૌસ્વામી, ભાવેશપરી ગૌસ્વામી અને મેહુલ ચાવડાનો સહયોગ મળ્યો હતો. ફાર્મા સુરેશભાઈ, ડો.આરતીબેન બસીયા, ડો.વિજયભાઈ મહેતાનું સંકલન રહ્યું હતું.

Follow Me:

Related Posts