ભાવનગર

સિહોર તાલુકાના બૂઢણા ગામે તૈયાર થઇ રહેલ અમૃત સરોવરની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા

આઝાદીના અમૃત પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે. વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે અમૃત રૂપે વરસેલાં આ પાણીના ટીંપે ટીંપાનો સંગ્રહ થાય તે માટે આ સરોવરો ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાના છે. આ અમૃત સરોવરોના નિર્માણથી જિલ્લાની પાણીની સંગ્રહ ક્ષમતામાં પણ અનેકગણો વધારો થવાનો છે.

આવું જ એક સરોવર શિહોર તાલુકાના બૂઢણા ગામે આકાર લઇ રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ ગઇકાલે આ સરોવરની મુલાકાત લઇને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી.

તેમણે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સરોવરની ટેક્નિકલ વિગતો સાથે તેના લાભાલાભની પણ ચર્ચા કરી ઉપયોગી સૂચનો કર્યા હતાં.

Follow Me:

Related Posts