ભાવનગર

સિહોર તાલુકાના રાજપરા ગામે પોષણ માર્ગદર્શન

સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સિહોર તાલુકાના રાજપરા ગામે યોજના અધિકારી શ્રી શારદાબેન દેસાઈના માર્ગદર્શન સાથે પોષણ માર્ગદર્શન અપાયું. પોષણ પખવાડિયા સંદર્ભે સિહોર તાલુકા કચેરીના શ્રી હેમાબેન દવેના સંકલન સાથે ધાન્ય ખોરાક અને આરોગ્ય જાગૃતિ સાથે વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી. અહીંયા કચેરીના શ્રી રીટાબેન શુક્લ, શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી નિધિબેન વ્યાસ સાથે પ્રાથમિક શાળા અને આંગણવાડી પરિવાર જોડાયેલ.

Related Posts