fbpx
ભાવનગર

સિહોર તાલુકાની આરોગ્યલક્ષી મુલાકાત લેતાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમાર

ભાવનગર જિલ્લામાં નવાં નિમાયેલાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણીકુમારે શિહોર તાલુકાની ઓચિંતી આરોગ્યલક્ષી મુલાકાત લીધી હતી.

        આ ઉપરાંત તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢ અને ઉસરડની પણ મુલાકાત લીધી હતી અને આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

        શિહોર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતાં સમગ્ર શિહોર તાલુકા વતી સ્ટાફ મિત્રો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

        મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ રસીકરણ, ઈ-મમતા એન્ટ્રી, ક્લોરિનેશન કામગીરી, પોરાનાશક કામગીરીની સમીક્ષા હાથ ધરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        આ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા આરોગ્ય શાખાના પ્રતિકભાઇ ઓઝા, ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, તાલુકા હેલ્થ વિઝિટર શ્રીમતી હસુમતીબેન ગોહિલ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ પંકજભાઈ મહેતા, ચંદુભાઈ ડાભી તથા ક્લાર્ક ભટ્ટભાઈ, રાઠોડભાઈ અને દેવજીભાઈ, હિંમતભાઈ સહિતના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts