ભાવનગર

સિહોર તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન શ્રીને પત્રો દ્વારા શુભકામના પાઠવાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સિહોર તાલુકા ભાજપના સંકલન સાથે શુભકામના પત્રો મોકલાયા છે.

તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગામે ગામથી કાર્યકર્તાઓ દ્વારા શુભકામના પત્રો લખાયા છે.

સિહોર તાલુકા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કાળુભાઈ ચૌહાણ સાથે મહામંત્રી શ્રી સુરેશભાઈ દવે અને અગ્રણી હોદ્દેદારોના સંકલન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ શુભકામના પાઠવતા ૭૫૦૦ ટપાલ પત્રો રવાના કરાયા છે.

Related Posts