ભાવનગર

સિહોર ના દેવગાણા માં ભાગવત કથા સત્સંગ

દેવગાણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં આજે રામ જન્મ અને કૃષ્ણ જન્મની દિવ્ય કથા કહેતા કહેતા શ્રી સીતારામ બાપુએ ભગવાન શ્રીરામ દ્વારા મર્યાદા અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કર્મયોગની ચર્ચા કરી હતી. તેમણે જીવનમાં દરેક દરેક તબક્કે ઈશ્વરને સાથે રાખી સાક્ષી ભાવે જીવવાની વાત વર્ણવી હતી.

આજની કથામાં પૂજા જયદેવ શરણદાસજી બાપુએ પધારી પૂ. સીતારામ બાપૂ તથા ક્રિષ્ણ દાસ બાપુના આદર વંદન સાથે હિન્દુ સનાતન સંસ્કૃતિ જાળવવા બદલ દેવગાણાના પાલીવાલ સમાજને અભિનદન આપ્યા હતાં.

આજની કથામાં પુરુષોત્તમદાસ બાપુ ના ચુડી ગામના સેવક મંડળે અને પાર્થ વિદ્યાલય વરલના વિદ્યાર્થીઓએ સેવા આપી હતી.

 આજની કથામાં ઉદ્યોગપતી દાતાશ્રી મૂળશંકરભાઈ જાની, નિવૃત્ત મામલતદાર ડી.સી.પાલ, રંધોળાથી નારણભાઇ ડાંગર સહિતના હાજર ‘રહ્યા હતા. –

Related Posts