fbpx
ગુજરાત

સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૯૪૦ રૂપિયા સુધી પહોંચ્યો૩ દિવસમાં ૧૯૦ રૂપિયાનો ઘટાડો, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર

તહેવારો પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સીંગતેલના ભાવમાં ૩ દિવસમાં ૧૯૦ રૂપિયાનો ઘટાડો થયો છે. દોઢ મહિના પછી સીંગતેલનો ડબ્બો ૩૦૦૦ની નીચે પહોંચ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૯૪૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં ઘટાડો જાેવા મળી શકે છે. નવરાત્રિથી યાર્ડમાં મગફળીની ધૂમ આવક જાેવા મળી શકે છે. જેના કારણે ઓઈલ મિલ પર દબાણ આવે તો ગ્રાહકોને મોટો લાભ મળી શકે છે. સામાન્ય અને ગરીબ, મધ્યમવર્ગ માટે ખુશ ખબર સામે આવ્યા છે. સીંગતેલના ભાવની કૃત્રિમ તેજીને મગફળીની આવક શરૂ થતા બ્રેક લાગી ગઈ છે.

સિંગતેલનો ડબ્બો ત્રણ દિવસમાં ૧૯૦ રૂપિયા ઘટી ૨૯૪૦ રૂપિયાએ પહોંચ્યો છે. દોઢ મહિના બાદ સિંગતેલનો ડબ્બો ૩૦૦૦ રૂપિયાની અંદર ઉતરી ગયો છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો જાેવા મળી શકે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ સંગ્રહખોરોએ પણ જુનો જથ્થો વેચવાનું શરૂ કર્યું છે. આવનારા દિવસોમાં સિંગતેલના ભાવમાં હજી ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળી સુધી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો જાેવા મળી શકે છે. નવરાત્રીથી યાર્ડમાં મગફળીની ધૂમ આવક નોંધાવાની શરૂ થશે. ત્યારે બીજી તરફ સિંગતેલના ભાવોને કાબૂમાં લેવા ઓઈલ મીલ પર દબાણ આવે તો ગ્રાહકોને લાભ મળી શકે છે.

Follow Me:

Related Posts