fbpx
રાષ્ટ્રીય

સીએમ સ્ટાલિનની ટીકા પર ધર્મેન્દ્ર પ્રધાનનો પ્રહારભારતની ભાવનાને નબળી પાડે છે: ધર્મેન્દ્ર પ્રધાનહિન્દી ભાષાને લઈને કેન્દ્ર સરકાર અને તમિલનાડુ વચ્ચે ટિ્‌વટર પર ફરી એકવાર યુદ્ધ શરૂ

હિન્દી ભાષાને લઈને કેન્દ્ર સરકાર અને તમિલનાડુ વચ્ચે ટિ્‌વટર પર ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને દેશમાં નવા ફોજદારી કાયદાઓ ઘડવા માટે હિન્દીમાં નામ બદલવામાં આવતા કેન્દ્રીય બિલ સામે સખત વાંધો ઉઠાવ્યો છે, તેને બળજબરીથી ‘હિન્દી લાદવાનો’ અને દેશની વિવિધતા સાથે ચેડા કરવાનો “ભયજનક પ્રયાસ” ગણાવ્યો છે. આ કડક પ્રતિક્રિયા બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે આવી સસ્તી રાજનીતિથી સ્ટાલિનને ફાયદો થઈ શકે છે, પરંતુ ભારતની ભાવના નબળી પડે છે. તમિલનાડુના શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના નેતા સ્ટાલિનની ટિ્‌વટર પરના ટિપ્પણીનો જવાબ આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મુખ્ય પ્રધાન સ્ટાલિનની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે આ પ્રકારની રાજનીતિ ઠીક છે, પરંતુ તે ભારતની ભાવનાની વિરુદ્ધ છે.

તેમણે ઉમેર્યું, “સારું, વિડંબના એ છે કે જે લોકો તમિલના ગૌરવના રક્ષક હોવાનો દાવો કરે છે, તે જ લોકો છે જેમણે અમારી નવી સંસદના ઉદ્‌ઘાટન સમયે તમિલનાડુના ગૌરવ-પવિત્ર ‘સેંગોલ’નો બહિષ્કાર કર્યો હતો.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિનું સાતત્ય છે અને આપણી ભાષાકીય વિવિધતા આ સાતત્યના મૂળમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ હંમેશા તમિલ સહિત દેશની ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટે અવાજ ઉઠાવે છે. તેનું શ્રેષ્ઠ અને નવીનતમ ઉદાહરણ કાશી તમિલ સંગમમ છે. આ બાબતો એવા લોકોને નુકસાન પહોંચાડે છે જેઓ ખોટી રીતે વિચારે છે કે ભારતની સાંસ્કૃતિક સાતત્ય અને સાહિત્યિક ગૌરવ કેટલાક રાજવંશોની વિશિષ્ટ સંપત્તિ છે. આ પહેલા ડ્ઢસ્દ્ભ પ્રમુખ સ્ટાલિને કેન્દ્ર સરકાર દ્વારા હિન્દીમાં લાવવામાં આવેલા બિલના નામોની ટીકા કરતા કહ્યું હતું કે આ પગલા પછી ભારતીય જનતા પાર્ટી અને ઁસ્ મોદીને તમિલ શબ્દો પણ બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સીએમ સ્ટાલિને ટ્‌વીટ કરીને કહ્યું કે, સંસ્થાનવાદથી છુટકારો મેળવવાના નામે ફરીથી સંસ્થાનવાદ લાગુ કરવામાં આવી રહ્યો છે.

ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ જેવા ખરડાઓ દ્વારા ભારતની વિવિધતાના સારને સાથે ચેડા કરવાનો કેન્દ્ર સરકારનો બહાદુર પ્રયાસ ભાષાકીય સામ્રાજ્યવાદની અસર કરે છે.” તેમણે આગળ કહ્યું, “આ આપણા દેશની એકતાના પાયાનું અપમાન છે. ભાજપ અને વડાપ્રધાનને આ પછી તમિલ શબ્દ પણ ઉચ્ચારવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અગાઉ, ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર), કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ઝ્રઇઁઝ્ર) અને ભારતીય પુરાવા અધિનિયમને બદલવા માટે ત્રણ નવા બિલ રજૂ કર્યા હતા અને જાહેરાત કરી હતી કે હવે રાજદ્રોહનો કાયદો કોઈ રીતે દૂર કરવામાં આવે છે. તેના બદલે, ગૃહ પ્રધાને ભારતીય ન્યાય સંહિતા (મ્રટ્ઠટ્ઠિંૈઅટ્ઠ દ્ગઅટ્ઠઅટ્ઠ જીટ્ઠહરૈંટ્ઠ), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (મ્રટ્ઠટ્ઠિંૈઅટ્ઠ દ્ગટ્ઠખ્તટ્ઠિૈા જીેટ્ઠિાજરટ્ઠ જીટ્ઠહરૈંટ્ઠ) અને ભારતીય પુરાવા બિલ (મ્રટ્ઠટ્ઠિંૈઅટ્ઠ જીટ્ઠાજરઅટ્ઠ મ્ૈઙ્મઙ્મ) લોકસભામાં રજૂ કર્યા હતા.

Follow Me:

Related Posts