સીએ ઈન્ટરમીડિએટની પરીક્ષામાં અમદાવાદની શ્રેયા રાકેશ ટિબ્રેવાલે દેશમાં પ્રથમ
ધી ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા તરફથી નવેમ્બર-૨૦૨૦માં લેવામાં આવેલી સીએ ઈન્ટરમીડિએટની પરીક્ષામાં અમદાવાદની શ્રેયા રાકેશ ટિબ્રેવાલે દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યું છે. શ્રેયાએ ૮૦૦માંથી ૭૦૧ અંક (૮૭.૬૩%) મેળવ્યા છે. શ્રેયાના પિતા રાકેશ ટિબ્રેવાલ પણ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. શ્રેયા ફાઉન્ડેશનમાં પણ દેશમાં ૧૩મો રેન્ક પ્રાપ્ત કરી ચૂકી છે.
આઈસીએઆર અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ ફેનિલ શાહે જણાવ્યું કે, અમદાવાદથી સીએ ઈન્ટરમીડિએટમાં કુલ ૬ વિદ્યાર્થીઓએ ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. નવા કોર્સની ઑલ ઈન્ડિયા ટૉપર શ્રેયા ટિબ્રેવાલ પણ અમદાવાદમાંથી જ છે. જ્યારે અન્ય ૫ વિદ્યાર્થીઓમાં ચિરાગ અસાવા દેશમાં ૭માં, પાર્થ બંસલ ૨૧, વૈષ્ણવી પંચાલે ૩૦, આસ્થા શાહ ૩૧ અને વિશા અગ્રવાલે ૪૧મોં રેન્ક મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
પોતાની સફળતા અંગે શ્રેયા ટિબ્રેવાલે જણાવ્યું કે, તેને દેશમાં ટૉપર આવવાની આશા જ નહતી, પરંતુ રેન્કિંગમાં જરૂર આવશે તેનો ખ્યાલ હતો. ઝ્રછમાં સફળતા માટે જરૂરી છે કે, જે પણ ભણો તેનો કન્સેપ્ટ ક્લિયર રાખો. રિવીઝન પણ જરૂરી છે.ના મટીરિયલને કવર કરો. દિવસના ૮ કલાક સુધી અભ્યાસ કરનારી શ્રેયા તનાવ ઓછો કરવા ગીતી સાંભળતી, સાઈકલિંગ અને પેઈન્ટિંગ કરતી હતી.
Recent Comments