સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે ૫ જજને શપથ લેવડાવ્યા, સુપ્રીમ કોર્ટમાં ૩૨ પદ સ્વીકૃત, ૨ પદ ખાલી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ સંજય કુમાર, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનોજ મિશ્રાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા છે. ભારતની ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે સુર્કીમ કોર્ટના તમામ જજની હાજરીમાં નવા જજને શપથ લેવડાવ્યા હતા. હાલના સમયમાં સુપ્રીમ કોર્ટમાં ૩૩ જજાેના પદ સ્વીકૃત છે. પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ૨૭ જજ નિયુક્ત છે. આ ૫ નવા જજની નિમણૂંકની સાથે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા વધીને ૩૨ થઈ ગઈ છે.
Recent Comments