fbpx
ભાવનગર

સીટી ઓફ નાયગ્રા ફોલ્સના કેનેડીયન મેયરે જગદીશ ત્રિવેદીનું સન્માન કર્યું

સીટી ઓફ નાયગ્રા ફોલ્સના કેનેડીયન મેયરે જગદીશ ત્રિવેદીનું સન્માન કર્યુંકેનેડાનું વિશ્વ વિખ્યાત ટૂરીસ્ટ પ્લેસ એટલે નાયગ્રાનો ધોધ. ( માણસે નહીં પણ કુદરતે બનાવેલી વિશ્વની પહેલી સાત અજાયબીઓમાં જેનો સમાવેશ થાય છે એ નાયગ્રાનો ધોધ છે )“સીટી ઓફ નાયગ્રા ફોલ્સ” એ નાયગ્રાના ધોધ પાસે વસેલું એક સુંદર શહેર છે જ્યાં દર વરસે આખી દુનિયામાંથી લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. નાયગ્રા ફોલ્સ પર રહેતા જગદીશ ત્રિવેદીના મિત્ર સદરૂભાઈ હાલાણી ઉર્ફે સનીભાઈએ નાયગ્રા ફોલ્સ સીટીના મેયરને જગદીશ ત્રિવેદીનો વિગતવાર પરીચય આપ્યો અને ખૂબ જ ઉત્સાહી અને સેવાભાવી મેયર જેમ્સ એમ. ડીઓડાટીએ જગદીશ ત્રિવેદીને એમના કાર્યાલયમાં વિશિષ્ઠ મહેમાન તરીકે નિમંત્રિત કર્યા હતા, એટલું જ નહીં પરંતુ જગદીશભાઈ જ્યારે મળવા ગયા ત્યારે ગુજરાતી કાઉન્સીલર મોના પટેલ પણ એમનાં સ્વાગત માટે ખાસ ઉપસ્થિત રહ્યા. કેનેડીયન મેયરે પોતાનો હોદ્દો ભૂલી પોતાની ઓફીસની બહાર આવી ભેટીને આવકાર આપ્યો. એમણે જગદીશ ત્રિવેદીને જે પ્રમાણપત્ર આપ્યું એ પોતે વાંચી સંભળાવ્યું અને એમાં મનોરંજન , કળા અને સેવા ત્રણે બાબતને ખાસ બિરદાવી હતી. આ સાથે ફોટામાં મેયર જેમ્સ ડીઓડાટી , કાઉન્સીલર મોના પટેલ , ભલામણ કરનાર મિત્ર સની હાલાણી અને ભારતથી આવેલા મિત્ર બાલકૃષ્ણ પટેલ જોવા મળે છે.

Follow Me:

Related Posts