પ્રથમ દિવસે ધારી તાલુકાના હાલરીયા, ધામાપુર, સમઢવાળા, બુધીયા, જુના ઝાઝરીયા, શાપર, નવી હળીયાદ અને મોટા મુજીયાસર ગામ ખાતે ઉપસ્થિત રહી ગ્રામજનોના પ્રશ્નો સાભળ્યા
આજ તા. ૦૮ મે ૨૦૦૩ થી અમરેલીના સાસદ શ્રી નારણભાઈકાછડીયા અને ધારાસભ્ય શ્રી જ.વી.કાકડીયાએ ધારી વિધાનસભા હેઠળ આવતી હાલરીયા, હામાપુર, સમઢીયાળા, લઘીયા, જુના ઝાંઝરીયા, શાપર, નવી હળીયાદ અને મોટા મુજીયાસર તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસનો પ્રારંભ કરેલ છે.
જેમા (૧) હાલરીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા હાલરીયા અને હુલરીયા (૨) હામાપુર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા હામાપુર (૩) સમઢીયાળા તાલુકા પચાયત સીટ હેઠળ આવતા સમઢીયાળા અને કાગદડી (૪) લઘીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ઘીયા અને કડાયા (૫) સુડાવડ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા સડાવડ, જુના ઝાઝરીયા અને નવા ઝાઝરીયા (૬) શાપર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા શાપર અને રફાળા (૭) નવી હળીયાદ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા નવી હળીયાદ અને માણેકવાડા તેમજ (૮) મોટા મજીયાસર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા મોટા મુંજીયાસર અને નાના મુજીયાસર ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાભળી તેમના નિરાકરણ અર્થે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા.
આ પ્રવાસ કાર્યક્રમમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદિપભાઈ ભાખર, બગસરા તાલુકા ભાજપ મહામત્રીઓ શ્રી ખોડાભાઈ સાવલીયા અને શ્રી પ્રકાશભાઈ પરમાર, જીલ્લા પંચાયત સભ્ય શ્રી ધીરૂભાઈ માયાણી, તાલુકા પંચાયત સભ્યો શ્રી અશ્વિનભાઈ કોરાટ, વિપુલભાઈ ભેસાણીયા, કાતીભાઈ વેકરીયા, હસમુખભાઈ બાબરીયા, તાલુકા ભાજપ પૂર્વ મહામત્રી શ્રી વિપુલભાઈ કવાડા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી રાકેશભાઈ વઘાસીયા, તાલુકા અનુ.જાતિ મોરચા પ્રમુખ શ્રી ખીમદાસભાઈ સોલકી, સરપંચ એસોસીએશનના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા સહીત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદેદારો, સરપચશ્રીઓ, સ્થાનીક આગેવાનો ગ્રામજનો અને તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments