સીદસર ગામના ગ્રામજનોએ અચૂક મતદાન કરવા અંગેના શપથ લીધા
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સીદસર ગામના ગ્રામજનોએ મતદાન અચૂક કરવા અંગેના શપથ લીધા હતાં તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી લોકશાહીના મહાપર્વમા સહભાગી બનવા અપીલ કરી હતી.
Recent Comments