fbpx
અમરેલી

સીદી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કેમ્પ – સીદી સમાજના બાળકોએ તા.૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સીદી બાળકોમાં રહેલી રમત ક્ષેત્રની સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવા સીદી ટેલેન્ટ આઇડેન્ટીફિકેશનનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૦૧.૦૧.૨૦૧૧થી ૩૧.૧૨.૨૦૧૬ સુધી જન્મેલા હોય તે અમરેલી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના સીદી ભાઈઓ અને બહેનો માટે આગામી સમયમાં  સાત દિવસીય શિબિર થશે. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી, ચિત્તલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતેથી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી, તા. ૦૬ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન સાંજે ૬.૦૦ કલાક સુધીમાં અરજી મોકલવી આપવી. વધુ વિગતો માટે કચેરીના શ્રી જીજ્ઞેશભાઈ સોલંકીના મોબાઇલ નં. ૮૪૮૮૮૦૭૪૮૮ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts