fbpx
રાષ્ટ્રીય

સીબીઆઇસી દ્વારા ભારતીય કસ્ટમ્સના નામે આચરવામાં આવતી છેતરપિંડી સામે ઝુંબેશ શરૂ કરી

સમાચાર પત્રો, ન્યૂઝ પોર્ટલ/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ભારતીય કસ્ટમ્સ ઓફિસર તરીકે ઓળખાવતા કપટી વ્યક્તિઓ દેશભરમાં તેમની મહેનતથી કમાયેલા નાણાંની જનતાને છેતરતી હોવાની વિવિધ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ છેતરપિંડી મુખ્યત્વે ફોન કૉલ્સ અથવા એસએમએસ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, અને તાત્કાલિક દંડની કાર્યવાહીના ‘કથિત’ ભય દ્વારા નાણાં કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જનજાગૃતિ દ્વારા આ છેતરપિંડીઓનો સામનો કરવા માટે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) એક મલ્ટિ-મોડલ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

અખબારોમાં વિજ્ઞાપન
સામાન્ય જનતાને એસએમએસ/ઈમેલ
સોશિયલ મીડિયા અભિયાન
આ મુદ્દા પર જાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને વેપારી સંસ્થાઓના સંકલનમાં સમગ્ર દેશમાં સીબીઆઇસી ક્ષેત્રની રચનાઓ દ્વારા જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવે છે.

સીબીઆઈસી જાહેર જનતાને નીચેના પગલાં લેવાની સલાહ આપે છે જેથી કરીને આવા કૌભાંડોનો ભોગ ન બનેઃ-
ધ્યાન રાખોઃ ભારતીય કસ્ટમ્સ અધિકારીઓ ખાનગી ખાતામાં ડ્‌યુટીની ચુકવણી માટે ફોન, એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા ક્યારેય સામાન્ય જનતાનો સંપર્ક કરતા નથી. જો તમને છેતરપિંડીનો આશંકા હોય અથવા કોઈપણ અનિયમિતતાનો સામનો કરવો પડે, તો કૉલ્સને ડિસ્કનેક્ટ કરો અને સંદેશાઓનો ક્યારેય જવાબ ન આપો.
સુરક્ષાઃ વ્યક્તિગત માહિતી (પાસવડ્‌ર્સ, સીવીવી, આધાર નંબર વગેરે) ને ક્યારેય શેર કે જાહેર કરશો નહીં અથવા અજાણી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને તેમની ઓળખ અને કાયદેસરતાની ચકાસણી કર્યા વિના પૈસા મોકલશો નહીં.
ચકાસોઃ ભારતીય કસ્ટમ્સના તમામ સંદેશાવ્યવહારમાં દસ્તાવેજ ઓળખ નંબર (ડીન) હોય છે, જે સીબીઆઇસી વેબસાઇટ પર ચકાસી શકાય છે.

Follow Me:

Related Posts