fbpx
રાષ્ટ્રીય

સીબીએસઇ નું ધોરણ ૧૨નું પરિણામ જાહેર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(ઝ્રમ્જીઈ)એ વિદ્યાર્થીઓના લાંબા ઈન્તેજારને ખતમ કરતા પરિણામ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ ડિજિલોકરથી પરિણામ ચેક કરી શકે છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી લીધી છે. પરીક્ષામાં ૯૪.૫૪ ટકા વિદ્યાર્થીઓનીઓ અને ૯૧.૨૫ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જવાહર નવોદય વિદ્યાલયનું પરિણામ ૯૮.૯૩ ટકા છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ ૯૭.૦૪ ટકા રહ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં તમામ ઝોનમાં ત્રિવેન્દમ ટોપ પર રહ્યુ છે. ધોરણ ૧૦નું પરિણામ પણ આજે જ જાહેર થઈ શકે છે. સીબીએસઈ બોર્ડ પરિણામને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી અનિશ્ચિતતાની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા હતા. પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૧માં આયોજિત સીબીએસઈ ટર્મ ૧ બોર્ડ પરીક્ષા સ્ઝ્રઊ ફોર્મેટમાં થઈ હતી. આ પરીક્ષામાં બહુવિકલ્પીય પ્રશ્યન આવ્યા હતા. જ્યારે ટર્મ પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ અને કેસ આધારિત પ્રશ્નો પૂછાયા હતા. બોર્ડે ટર્મ ૧ના પરિણામમાં માત્ર વિદ્યાર્થીઓને પાસ, ફેલ કે એસેન્શિયલ રિપિટ અંગે જ જાણકારી આપી હતી. જ્યારે પરીક્ષાના ફાઈનલ પરિણામ હવે ટર્મ ૨ ના પરિણામ સાથે જાહેર થયા છે.

Follow Me:

Related Posts