fbpx
રાષ્ટ્રીય

સીમા હૈદરની ATS દ્વારા ૧૮ કલાક પુછપરછ, ઘણા સવાલોમાં સીમા હૈદરએ કહ્યું કે,”યાદ નથી”

ૈંમ્ એટલે કે ઈન્ટેલિજન્સ બ્યુરો એ પણ તપાસ કરી રહ્યું છે કે શું સીમા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંની ‘ઁેકકૈી’ છે. હકીકતમાં, અગાઉના ઘણા હનીટ્રેપ કેસોની તપાસમાં એ વાત સામે આવી છે કે ૈંજીૈં એ છોકરીઓને ‘ઁેકકૈી’ કોડનેમ આપ્યું છે, જે ભારતીય પુરુષોને જાસૂસી માટે ફસાવે છે. ભારતીય એજન્સીઓ બોર્ડરના સમગ્ર રૂટ પર નજર રાખી રહી છે. આ દરમિયાન સીમા જે લોકોને મળી હતી તેઓ પણ તેમને શોધી રહ્યા છે. યુપી એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીમાની એસપી રેન્કના અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન આઈબીના અધિકારીઓ પણ હાજર હતા. સીમા હૈદર પાસેથી મોબાઈલ ફોનનું બિલ મળ્યું છે. તેના પર ૮ મેની તારીખ લખેલી છે. સીમાનો પાસપોર્ટ ૮મી મેના રોજ જ જાહેર કરવામાં આવ્યો છે. બરાબર બે દિવસ પછી એટલે કે ૧૦ મેના રોજ તેણે પાકિસ્તાન છોડી દીધું. ૧૩ મેના રોજ તે નોઈડામાં સચિન સાથે હતી. તેણે શારજાહ અને નેપાળમાં કથિત રીતે સિમ પણ ખરીદ્યા હતા, અત્યાર સુધી સીમાએ એ પણ નથી જણાવ્યું કે તે કોના હોટસ્પોટ પરથી સચિનને ??ફોન કરી રહી હતી. સીમાએ ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા પહેલા નેપાળની ન્યૂ વિનાયક હોટલમાં ૭ દિવસ વિતાવ્યા હતા. આ હોટલમાં સીમા અને સચિન બંને સાથે રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આઈબીના કેટલાક અધિકારીઓ આ હોટલમાં તપાસ માટે ગયા હતા. ખાસ વાત એ છે કે હોટલના એન્ટ્રી રજિસ્ટરમાં સીમા અને સચિનનું નામ નથી. બંનેએ નકલી નામથી રૂમ લીધો હતો.આઈબીની ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું સીમા હૈદરે ભારતમાં ઘુસવા માટે આવી કોઈ ગેંગની મદદ લીધી હતી કે કેમ. સીમા પર યુપી એટીએસની શંકા વધી રહી છે કારણ કે સીમા હૈદરે ટીવી ઈન્ટરવ્યુમાં પોતાને ગરીબ છોકરી ગણાવી હતી, પરંતુ જે રીતે સીમા પાસેથી ૫ મોબાઈલ, ૨ પાસપોર્ટ અને ફ્લાઈટ ટિકિટ અને હોટેલ બુક કરાવી તે સવાલો ઉભા કરી રહી છે. સીમાને પુછાઇ રહ્યું છે કે ગરીબ હોવા છતાં આ બધું કેવી રીતે મેનેજ કર્યું. સીમા હૈદરનું હિન્દી બોલવું પણ ચોંકાવનારું છે. સીમા હિન્દી બોલચાલના આવા મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરે છે, જે ભણ્યા વિના શીખવા મુશ્કેલ છે. ઉપરાંત, તે હિંદુ ધાર્મિક વિધિઓ વિશે આટલી સારી રીતે કેવી રીતે જાણે છે.

Follow Me:

Related Posts