સીરા ડોનને બે વર્ષ માટે ૬ જિલ્લામાંથી તડીપાર કરાયો
બોટાદ શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના શહેર પ્રમુખ મોન્ટુ માળીને થોડા સમય પહેલા જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સીરાજ ખલયાણી ઉર્ફે સીરા ડોનને સતત ગુના હીત પ્રવૃત્તિ કરવા બદલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવતા હોવાની વાતને ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે દરખાસ્ત તૈયાર કરી સબમેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલી આપતા મેજિસ્ટ્રેટ દિપક સતાણી દ્રારા સીરાજ ઉર્ફે સીરા ડોનને બે વર્ષ માટે ૬ જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ આપ્યો છે.
બોટાદ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ ,બોટાદ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા દ્રારા બોટાદ શહેરના નવનાળા પાસે રહેતા સીરાજ ઉફે સીરા ડોનના ભૂતકાળને તપાસતા સતત ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સીરાજ ઉર્ફે સીરા ડોનને સબ મેજિસ્ટ્રેટના હુકમ મુજબ બોટાદ જિલ્લા સહિત સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ,ભાવનગર, અમદાવાદ જિલ્લાની હદ માંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવેલ છે. બોટાદ શહેર ના અનેક ગુનામાં સંડોવાયેલા સીરાજ ઉફે સીરા ડોનને ૬ જિલ્લામાંથી સબમેજિસ્ટ્રેટ દિપક સતાણી દ્રારા હુકમ કરતા બોટાદ પોલીસ દ્રારા સીરા ડોન વિરુદ્ધ વોરંટ લઈ હદપાર કરવામાં આવ્યો છે.
Recent Comments