fbpx
ભાવનગર

સીવણ તાલીમાર્થીઓનું શિશુવિહાર ભાવનગરમાં અભિવાદન

ભારતીયોના સ્વાવલંબી જીવન માંથી જ સ્વરાજ્ય નો તાંતણો ખેંચાશે તે વિચારે મહાત્મા ગાંધી દ્રઢ નિશ્ચયી હતા. તેઓએ વ્યક્તિ ના સ્વાવલંબન ની કેળવણી ને બુનીયદી તાલીમ કહી અને તેના પ્રારંભે સ્ત્રીઓને સાંકળવા આગ્રહ રાખ્યો..ભાવનગર થી આનંદ મંગળ મંડળ પરિવાર ની બહેનો એ સ્વરાજ્ય માટેની સમાજ સુધારણાના ભાગરૂપે સીવણ તાલીમ ની શરૂઆત કરી…  

વર્ષ 1940 માં જ્યોતિ મંડળ ના ઉપક્રમે બહેનોના એ સામાજિક પ્રશ્નો ઉકેલતા સહકારી ધોરણે હાટ ચલાવતા વિવિધ ઉત્સવો અને પર્વો ઉજવાતા.  સ્વાવલંબી જીવન માટે  સીવણ ઉદ્યોગ શીખી કરકસરભર્યા વ્યવહારથી કલ્પતરુ સમાન સીવણ તાલીમ શરૂ કરી…

આઝાદી પૂર્વે શરૂ પ્રારંભાએલ સીવણ વર્ગ તાલીમ માં 84 વર્ષ દરમિયાન 11,049 બહેનો તથા 4,816 ભાઈઓતાલીમ બધ્ધ થયા છે..તે ઉપરાંત વર્ષ 2001 થી 2023 દરમ્યાન 390 જરૂરિયાત મંદ સીવણ તાલીમાર્થી ઓને રૂપિયા 28,15,000 ની સહાય  થી 390 બહેનોને સીવણ સંચા આપવામાં આવેલ છે..

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં જ્યોતિ મહિલા મંડળ પ્રવૃત્તિ ના સ્થાપક સ્વ.શ્રી લીલી બહેન દવેના  પરિવારના સહકારથી આગામી શુક્રવાર તારીખ તા.24 મે સાંજે 5-30 કલાકે  સંસ્થા પ્રાંગણમાં 100 સિલાઈ શ્રમિક બહેનોનું અભિવાદન કરવામાં આવશે..તેમજ સીવણ સંચા થકી પોતાના કુટુંબ ને આર્થિક રીતે મદદ કરનાર 12 બહેનોનું એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી દીપેશ ભાઈ શ્રોફની ઉપસ્થિતિમાં વિશેષ સન્માન કરવામાં આવશે .. આ પ્રસંગે શ્રી આરીફભાઇ કાલવા દ્વારા તમામ બહેનોને સીવણ કીટ અને શહેરની રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સીવણ સંચા વિતરણ કાર્યક્રમ રહેશે….સ્વચ્છ ભારત અભિયાનમાં 1,75,000 થી વધુ કાપડની થેલીઓ તૈયાર કરનાર શિશુવિહારની શ્રમિક બહેનો ના અભિનંદન આપવાના કાર્યક્રમમાં જોડાવા સંસ્થા દ્વારા નાગરિકોને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

Follow Me:

Related Posts