અમરેલી

સીવીલ હોસ્પિટલ અમરેલીની મુલાકાત લઈ તમામવોડૅ અને વિભાગનું નિરીક્ષણ કરતા સાંસદશ્રી નારણભાઈ કાછડીયા

આજે સમગ્ર દેશ–દુનિયા અને રાજયમાં કોરોનાના કેસોમાં રોજબરોજ
અનેક ગણો વધારો થઈ રહયો છે ત્યારે આજ રોજ સાંસદ નારણભાઈ કાછડીયાએ
અમરેલી સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ સીવીલ હોસ્પિટલ ખાતે કેવા પ્રકારની વ્યવસ્થા અને
સુવિધા છે તેનું નિરીક્ષણ કરેલ હતુ.
સાંસદએ સીવીલ હોસ્પિટલમાં દરેક વોડૅના નિરીક્ષણ દરમ્યાન કરેલ અનુભવ
અંગે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યુ છે કે, હોસ્પિટલ ખાતે (૧) સાફ – સફાઈ ખુબ જ સારી
છે (ર) ડોકટસૅ અને સ્ટાફનો દદીૅ સાથેનો વ્યવહાર તેમજ લાગણીપણું દેખાઈ આવે છે

(૩) જે ઘરેના મળે તેવું ભોજન આપવામાં આવી રહયુ છે (૪) પીવાનું શુધ્ધ પાણી
તેમજ દદીૅઓ સાથે આવેલ સગા–સંબંધીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા અમરેલી સીવીલ
હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. રોજ એક હજાર થી બારસો લોકોને સારૂ જમવાનું મળી
રહયુ છે.

નિરીક્ષણ દરમ્યાન અમરેલી સીવીલ હોસ્પિટલમાં ડાયાલીસીસ વિભાગમાં પહેલા ૧૦
ડાયાલીસીસ મશીન મુકવામાં આવેલ હતા પહંતુ થોડા મહીના પહેલા તેમાંથી ૪
મશીન ગોધરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના લીધે અમરેલી જી૬ત્સિલાના
ડાયાલીસીસના દદીૅઓને ખુબ જ લાઈનમાં બેસવું પડે છે. તે સાંસદશ્રી સમક્ષ આવતા

સાંસદએ તાત્કાલીક ગાંધીનગર નિયામક ભાવસાર સાહેબ સાથે ટેલીફોનીક વાત
કરી ગોધરા મોકલેલ ૪ ડાયાલીસીસ મશીન અમરેલી પરત સોંપવા અથવા તો અમરેલી
સીવીલ હોસ્પિટલ ખાતે નવા ૪ ડાયાલીસીસ મશીન આપવા અરસકારક રજૂઆત કરેલ હતી.

Follow Me:

Related Posts