ગુજરાત

સી.આર.પાટિલ દ્વારા સ્ટેજ પ્રથાને તિલાંજલિ આપવાની સલાહ

જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ,પ્રદેશ ભાજપ મંત્રી અને જિલ્લા પ્રભારી શીતલબેન સોની,માધુભાઈ કથીરિયા,સાંસદ ડો.કે.સી.પટેલ,જિ.મહામંત્રી કમલેશ પટેલ, મહેન્દ્ર ચૌધરી,ડાંગ જિલ્લાપ્રભારી સીતાબેન નાયક, જિલ્લા ઉપપ્રમુખો જીતેશ પટેલ,નિખિલ ચોકસી,જીગીતસા પટેલ,કોષાધ્યક્ષ રાજેશ ભાનુશાલી,જિ.પં. ઉપપ્રમુખ મનહર પટેલ, વલસાડ શહેર,તાલુકાના હોદેદારો,જિ. અન તા.પં.ના સભ્યો, પાલિકા સભ્યો,જિલ્લાના વિવિધ સેલ, મોરચાના હોદેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વલસાડમાં ભાજપના નવા ચૂંટયાયેલા જિ.તા.પ.ના ચૂંટાયેલા સભ્યો અને પેજ પ્રમુખોનું સન્માન તથા ભાજપ કાર્યકર પ્રશિક્ષણના કાર્યક્રમમાંપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે સરકારી અધિકારીઓ સંબંધિત ચોંકાવનારું નિવેદન આપતાં ભાજપ વર્તુળમાં સન્નાટો વ્યાપી ગયો હતો.વધુમાં તેમણે કાર્યક્રમોમાં સ્ટેજ પ્રથા દૂર કરીને સામાન્ય કાર્યકરો સાથે નીચે બેસીને આત્મીયતા વધારવાની ટકોર કાર્યકરોને કરી હતી.વલસાડ તિથલ રોડ ઉપર તાલુકા કોળી પટેલ સમાજની વાડી ખાતે શુક્રવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના પ્રમુખ સ્થાને વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા,મંત્રી રમણભાઈ પાટકર, પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વિધાનસભા પ્રશિક્ષણ વર્ગ તથા પેજપ્રમુખ કાર્ડ વિતરણ,જિ.તા.પંચાયતોના ચૂંટાયેલા સભ્યોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું .આ તબક્કે પ્રદેશ અધ્યક્ષ પાટિલે સંબોધનમાં સરકારી અધિકારીઓ સાથે મિત્રતાનો વેધક મુદ્દો ઉઠાવી અધિકારીઓ સાથે દોસ્તી કરવાની નહિ હોય અને હોય તો તોડી નાંખજાે તેવી કાર્યકરોને ટકોર કરતા સભા હોલમાં સોપો પડી ગયો હતો.આટલેથી નહિ અટકતા તેમણે ભાજપ કાર્યકરોને શું અધિકારીઓ સાથે કોઇ દોસ્તી કરશે તેવો પ્રશ્ન કરી હોય તો તોડી નાંખજાે તેવું કહેતા કાર્યકરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.હવે સવાલ એ છે કે શું ભાજપ કાર્યકરો, પદાધિકારીઓ સાથે દોસ્તી રાખશે કે તોડી નાંખશે તેવી ચર્ચા ચાલી હતી.પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને એક તરફ સરકારી અધિકારીઓ સાથે દોસ્તી તોડી નાંખવા જણાવ્યા બાદ સ્ટેજ પ્રથાને તિલાંજલિ આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.તેમણે ભાજપ હોદ્દેદારો, કાર્યકરો, જનપ્રતિનિધિઓની હાજરીમાં કહ્યું કે, કાર્યક્રમોમાં સ્ટેજ પ્રથા દૂર કરીને સામાન્ય કાર્યકરો સાથે નીચે બેસીને આત્મીયતા વધારવી જાેઇએ.તેનાથી કાર્યકરો,હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ સાથે નિકટતા વધશે અને પાર્ટી સ્તરે સક્રિયતા વધશે.પ્રદેશ અધ્યક્ષ પાટિલે કહ્યું કે,ભાજપના કાર્યકરો અધિકારીઓ સાથે ફોટા પડાવીને મૂકતા હોય છે.આના કરતાં તમારા ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,સભ્યો સાથે ફોટો રાખો તેવું જણાવ્યું હતું. આ સાથે તેમણે જિલ્લામાં ચાલી રહેલા પેજ કમિટીના કાર્યને ઝડપથી પૂરું કરવા અને નમો એપ ડાઉનલોડ કરી સરકારી યોજનાઓની વિગતો આમ નાગરિક સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો પુરેપૂરો ઉપયોગ કરવા સૂચના આપી હતી.

Related Posts