આઝાદી નો અમૃત મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે, ત્યારે દર્શનાબહેને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને રક્ષા સૂત્ર બાંધી હતી. જેથી સી આર પાટીલે દર્શનાબેનને તિરંગો ભેટમાં આપીને દેશ સેવા માટે ખૂબ ગતિથી પ્રગતિ કરવા શુભકામના પાઠવી હતી. હું વર્ષોથી સી. આર. પાટીલને મોટાભાઈ માનીને તેમના કાંડે રાખડી બાંધુ છુ. રાજનીતિમાં આવી ત્યારથી તેમની પાસેથી ઘણું શીખી છું. સી આર પાટીલને બહેનો માટે ખૂબ આદર છે.
શહેરની બહેનો પણ તેમને મોટાભાઈ જ માને છે, ત્યારે આજે તેમના કાંડે બહેનો વતી રાખડી બાંધીને હું હર્ષની લાગણી અનુભવ છું. સાથે જ તેમના લાંબા આયુષ્યને કામના કરીને તેઓ રાજનીતિમાં ઉતરોતર સારા કામ કરે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.તેમને ભગવાન ખૂબ શક્તિ આવે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી છે.પવિત્ર રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે,
ત્યારે સુરતમાં પણ બહેનો દ્વારા તેમના ભાઈના રક્ષણ માટે રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કાંડે રક્ષા સુત્ર બાંધીને તેમના લાંબા આયુષ્યની કામના કરી હતી. સાથે જ તમામ બહેનોને રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી.
Recent Comments