fbpx
ગુજરાત

સી.આર.પાટીલે કહ્યું તમામ મંત્રીઓ પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરે

દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે લાંબો સમય છે તેવા વિચારમાં રહેવાને બદલે ઝડપથી તમામ કામો પૂર્ણ કરો. આ બેઠક આમ તો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જ યોજાઇ હતી, પરંતુ મુખ્યમંત્રી કરતાં વધુ સંબોધન પાટીલે જ કર્યું હતું. જાે કે પાટીલ મંત્રીમંડળના કોઇપણ સભ્યના કામથી અસંતુષ્ટ હોય તેવું લાગ્યું નહોતું. સૂત્રોએ જણાવ્યું કે પક્ષ પ્રમુખે જે વાત કરી તેમાં એ રણકો હતો કે હજુ સુધી નવી સરકારની કામગીરીને લઇને લોકોમાં જાેઇએ તેવી છાપ ઉપસી નથી. હવેના સમયમાં દરેક મંત્રીએ આ દિશામાં ઝડપથી કામ કરવું જાેઈશે.

હવે આ મીટિંગ બાદ ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની જાહેરાતો કરશે. આ ઉપરાંત ખૂબ લોકપ્રિય એવું બજેટ રજૂ કરીને તેના થકી જ ચૂંટણીલક્ષી એજન્ડા તૈયાર થશે. સરકારને તેના રુટિન કામકાજમાંથી બહાર આવીને ફાસ્ટટ્રેક પર મોટી જાહેરાત કરવા માટે અને તે અનુસાર સરકારના અધિકારીઓને પણ ટાર્ગેટ આપવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. જૂની સરકાર બદલાઈ અને નવી સરકારને ચારેક મહિના જેટલો સમય થયો છે. હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે.

Follow Me:

Related Posts