તારીખ ૧૨-૯-૨૦૨૩ ના રોજ સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો એસ.એમ.જી.કે સાવરકુંડલા ખાતે યોજાયેલ જેમાં સી.આર.સી.ખડસલીના વિભાગ ૩ (કૃષિ)માં શ્રી ખડસલી પ્રાથમિક શાળાની કૃતિ “ગાય આધારિત ખેતી ” શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ પ્રથમ નંબરે આવેલ. બાળવૈજ્ઞાનિકો ગોંડલિયા જીલ, સોલંકી ગીતા, જોગરાણા ધૃવિ અને માર્ગદર્શક કિરીટભાઈ રાઠોડ તેમજ તાલીમાર્થી આશિષ રાઠોડ, નેહા ગાગિયાને આચાર્ય શ્રી જે. બી. નીનામા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સી. આર. સી. કક્ષાના વિજ્ઞાનમેળામાં શ્રી ખડસલી પ્રાથમિક શાળાની કૃતિ ગાય આધારિત ખેતી પસંદ પામી.

Recent Comments