સી.ડી.એસ.રાવતજીને શ્રધ્ધાંજલી અર્પિત કરવા સાથે,અમરેલી શહેર ભાજપની પ્રથમ કારોબારી યોજાઈ
કેન્દ્રીય મંત્રી તરીકે રૂપાલાજી, ઈફકોના ચેરમેન તરીકે સંઘાણીજીની વરણી તેમજ
અમરેલી પાલીકાની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા અભિનંદન પ્રસ્તાવો રજુ થયા.
આજરોજ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની સૂચના મુજબ અમરેલી શહેર ભાજપની પ્રથમ કારોબારી બેઠક શહેર ભાજપના અધ્યક્ષ સ્થાને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળી હતી આ કારોબારીની બેઠકમાં ભારતના પ્રથમ સી.ડી.એસ.બિપીન રાવતજીના આકસ્મિક અવસાન થતા તેમજ કોરોના મહામારીમા અવસાન પામેલ શહેરના ભાજપ કાર્યકરોને શ્રધ્ધાંજલી અર્પતા શોક પ્રસ્તાવો રજુ કરવામા આવેલ ત્યાર બાદ શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા દ્રારા અમરેલીના અમરેલીના પનોતા પુત્રો માન.શ્રી પરશોતમભાઈ રૂપાલાની ભારત સરકારમાં ડેરી અને પશુપાલન મંત્રાલયમાં કેબીનેટ મંત્રી તરીકેની નિમણુંક, ખેડુત નેતા માન.શ્રી દિલીપભાઈ સંઘાણીની વિશ્વની સૌથી મોટી સહકારી અને ખાતર ઉત્પાદન કરતી સંસ્થા ઈફકો ના ચેરમેન તરીકેની નિમણૂંક બદલ અધિનંદન પ્રસ્તાવ રજુ કરવામા આવેલ
અમરેલી પાલિકામાં ભાજપનું શાસન આવતા જ કોંગ્રેસના શાસકો દ્વારા વેરામાં કમર તોડ વધારો કરવામાં આવેલ તે નર્ણયિને મુલત્વી રાખેલ રાખવા બદલ તેમજ શહેરને હરીયાળુ બનાવવાની નેમ સાથે પાંચ હજાર થી વધુ વૃક્ષોનું વાવેતર – જતન કરી હરીયાળુ બનાવવાનાનો નર્ણયિ તથા સાહિત્યમાં જેમનુ અમુલ્ય પ્રદાન છે તેવા પ્રખ્યાત ગુજરાતી કવિ–અમરેલીનું ઘરેણુ કવિશ્રી રમેશ પારેખની ૮૧મી જન્મ જયંતિ નિમિતે શહેરના નાગનાથ મંદિર ચોક થી જીલ્લા પંચાયત રોડને ”કવિશ્રી રમેશ પારેખ માર્ગ” નામકરણ કરવા બદલ તેમજ ફરીયાદોનું નિરાકરણ ઘેર બેઠા થાય તે માટે ”અમરેલી સીટી એપ્લીકેશન” લોન્ચ કરવામાં આવી જે સમગ્ર રાજયમાં નગરપાલિકાઓમાં પ્રથમ લોન્ચિંગ છે તે બદલ અભિનંદન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા રાજયમાં સૌ પ્રથમ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ બનાવવાના નર્ણયિ અને શહેરની સુખાકારી માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરવા બદલ અભિનંદન પ્રસ્તાવો રજુ થયા હતા.
મહામંત્રી ભરતભાઈ મકવાણા દ્રારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા કરાયેલ દેશ હિતના કાર્યોનો રાજકીય પ્રસ્તાવ રજુ કરવામાં આવેલ હતો. ઉપરોકત ત્રણે ય પ્રસ્તાવોને ઉપસ્થિત કારોબારી સભ્યો દ્રારા અનુમોદન આપ્યુ હતું. શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા દ્રારા ગત દિવસોમાં શહેર ભાજણ દ્રારા કરાયેલ વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામા આવી હતી તેમજ હવે પછીના કરવામા આવનાર કાર્યક્રમોની માહિતી આપવામા આવી હતી.
આ તકે પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મનિષ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી કું. ભાવનાબેન ગોંડલીયા, નગર પાલીકાના અધ્યક્ષ મનિષાબેન રામાણી, જીલ્લા લધુમતિ મોરચાના પ્રમુખ રઝાકભાઈ કચરા, પાલીકા ઉપ પ્રમુખ રમાબેન મહેતા, પાલીકા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, જીલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલીક ઉપાધ્યાય, શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો નરેશભાઈ કોરડીયા, બિપીનભાઈ જોષી સહિત શહેર ભાજપના હોદેદારો, કારોબારી સભ્યો, નગર પાલીકાના સદસ્યશ્રીઓ,મોરચાના પ્રમુખ–મંત્રીશ્રીઓ, સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા હતા તથા સમગ્ર કાર્યક્રમ સંચાલન રાજેશ માંગરોળીયા તથા આભારવિધી મહામંત્રી ભરતભાઈ મકવાણાએ કરેલ હતી તેમ મહામંત્રી ભરતભાઈ મકવાણાની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments