fbpx
ગુજરાત

સી-પ્લેન હવે મરામત માટે બહાર લઇ જવું નહીં પડે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન હવે મરામત માટે બહાર લઇ જવું નહીં પડે, કારણ કે હવે આ સી-પ્લેનની મરામત સાબરમતી રિવરફ્રન્ટ પર થશે. આ જગ્યાએ મેન્ટેનન્સ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી આ સી-પ્લેનને મેન્ટેનન્સ માટે બહાર લઇ જવું પડતું હતું પરંતુ હવે આ સુવિધા અમદાવાદમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અમદાવાદ રિવરફ્રન્ટ થી કેવડિયાને જાેડતું સી-પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ જાેવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રવાસીઓને એક નવું નજરાણું ભેટમાં મળ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેવા માગતા પ્રવાસીઓ સી-પ્લેનની મુસાફરી કરી શકે છે. આ સી-પ્લેનને ઘણીવાર મરામતની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે તેને બહાર લઇ જવામાં આવે છે પરંતુ હવે સી-પ્લેનની જેટી પાસે સી-પ્લેન મેન્ટેનન્સ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હોવાથી કોઇ અગવડતા સર્જાશે નહીં.

સાબરમતી રિવરફ્રન્ટમાં ૪૦ ફુટ લાંબુ અને છ ફૂટ પહોળું મેન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેનને મરામત કામ માટે માલદીવ મોકલવામાં આવતું હતું અને તેમાં ઇંધણનો ખર્ચ થતો હતો. ઇંધણનો ખર્ચ બચાવવા માટે હવે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. હવે પ્રવાસીઓને લાંબો સમય સુધી સી-પ્લેનની મુસાફરી કરવાનો ઇન્તજાર કરવો નહીં પડે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સરદાર પટેલની જન્મજ્યંત નિમિત્તે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનમાં મુસાફરી કરીને આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. આ સી-પ્લેનને મરામત માટે અત્યાર સુધીમાં ત્રણ વખત માલદીવ લઇ જવામાં આવ્યું છે. હવે પ્લેટફોર્મ બની જતાં સી-પ્લેનને માલદીવ લઇ જવામાં નહીં આવે અને પ્રવાસીઓને ઝડપી સુવિધા મળી રહેશે.

Follow Me:

Related Posts