fbpx
અમરેલી

સુખપર ગામતળ નું જાહેર રસ્તા નું દબાણ દૂર કરવા અરજદાર ને ટલ્લે ચડાવતું તંત્ર

ગારીયાધાર તાલુકા ના સુખપર ગામે ગામતળ માં જાહેર રસ્તા ઉપર માલિકી સમાંતર દબાણ કરી જાહેર રસ્તો વળાંકી લેનાર દબાણદાર સામે સ્થાનિક અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં દબાણદૂર કરવા ના પ્રશ્ને કરેલ ફરિયાદ માં જિલ્લા કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં સ્વાગત કાર્યક્રમ માં થયેલ હુકમ નું તંત્ર દ્વારા જ સુરસુરીયું કરાયું જિલ્લા કલેકટર ના આદેશ માં પોલીસ બંદોબસ્ત સાથે દિન ૧૫ માં દબાણ દુરસ્તી ના હુકમ નો  ટી.ડી ઓ સાહેબ ગારીયાધારે  ઉલ્લાળિયો કેમ કર્યો ? ગારીયાધાર ટી ડી ઓ એ દબાણદાર ની લાજ રાખવા સમક્ષ અધિકારી ના અદેશાત્મક હુકમ નો અનાદર કરી બજાર વચ્ચે ખડકેલ ઇમલો અડીખમ ઉભો છે

એક બાજુ સરકાર સ્વાગત કાર્યક્રમ કે લેન્ડ ગ્રેબીગ એક્ટ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતી કડક જોગવાઈ કરે છે અને બીજી બાજુ સમક્ષ અધિકારી ના હુકમ નું પાલન પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર દ્વારા નહિ કરતા અરજદાર ને રીતસર ટલ્લે ચલાવી રહ્યા છે આ સુખપર ગામે ગામતળ માં જાહેર રસ્તા ઉપર નું દબાણદૂર કરવા જિલ્લા કલેકટર સાહેબ ભાવનગર ના હુકમ માં દિન ૧૫ માં દબાણદૂર કરી રસ્તો ખુલ્લો કરવા ના હુકમ પછી ગારીયાધાર ટી ડી ઓ એ નકશા નથી અરજદાર હાજર નથી તેવો લુલો બચાવ ભલે કર્યો પણ કોઈ ને ગળે ઉતરે તેવો નથી દબાણદાર ને ખુલ્લી મદદ કરી હોવા નું રેકર્ડ ઉપર સ્પષ્ટ પણે પુરવાર થઇ રહ્યું છે ત્યારે લાચાર અરજદાર ને ન્યાય મળશે કે તંત્ર આવી રીતે અરજદારો ને ટલ્લે ચડાવ્યા કરશે ? તો લોકો નો ન્યાય અને વ્યવસ્થા તંત્ર ઉપર થી વિશ્વાસ ઉડી જશે 

Follow Me:

Related Posts