ભાવનગર

સુખપર શ્રી આરાધધામમાં શ્રી સંત ગાથા દિવ્ય જ્યોત દર્શન 

સુખપર ગામ પાસે શ્રી આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી શ્રી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે.  શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો છે. ગારિયાધાર નજીક આવેલાં સુખપર ગામ પાસે શ્રી ભારતી આશ્રમ શ્રી આરાધધામ મામાપીર જગ્યામાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી શ્રી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા આપણાં સંતોની ચરિત્ર કથા સુંદર રીતે વર્ણવી રહ્યાં છે. સનાતન ચરિત્ર ગાન શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા આપણી દેહાણ્ય જગ્યા સિદ્ધ સ્થાનોની જ્યોત પધરાવવામાં આવી છે, જેનાં દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યાં છે. અહીંયા ૩૩ જેટલાં સિદ્ધ સ્થાનોની જ્યોતનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેને કથા વિરામ બાદ વિધિવત જે તે સ્થાન સુધી વિદાય આપવામાં આવશે. જગ્યાનાં શ્રી અવધેશાનંદ ભારતીજીનાં નેતૃત્વ સાથે આ કથામાં સંતો, મહંતો અને મહાનુભાવો લાભ લઈ રહ્યાં છે. રવિવારે પ્રારંભ થયેલ આ સંત કથાનું ગુરુવારે સમાપન થશે.

Related Posts