સુધરે એ પાકિસ્તાનીઓ નહી!.. કેનેડામાં આઝાદીની ઉજવણીમાં બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણકેનેડામાં બે પાકિસ્તાનીઓની એક બીજા પર લાત મુક્કાઓ વરસાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા આવે છે. જાેકે આ દરમ્યાન કેનેડામાં આઝાદીની ઉજવણી કરી રહેલા બે પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન સ્થિતિ એવી હતી કે અથડામણમાં લાતો અને મુક્કા પણ માર્યા હતા. જેનો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો કેનેડાના મિસિસોગાથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લોકો લડતા જાેવા મળી રહ્યા છે. કથિત રીતે તે પાકિસ્તાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો કેટલાય લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હતો.
પાકિસ્તાનમાં બગડતી રાજકીય ગતિવિધિઓને જાેતા આ વીડિયોને તે ઘટના સાથે જાેડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનહાલમાં એટોક જેલમાં બંધ છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમની ધરપકડના વિરોધમાં વીડિયોને લઈને આવી અથડામણ થઈ છે. પાકિસ્તાની પત્રકાર અલી મોઈને આ વીડિયો પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “અમને કહેવામાં આવે છે કે સંસ્કારી સમાજ કેવી રીતે વર્તે છે અને ઇમરાન ખાન પણ આ વિશે લેક્ચર આપતા રહે છે. પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા પાકિસ્તાનીઓ ૧૪ ઓગસ્ટે એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે. આ આ રીતે ઉજવણી કરી રહ્યા છે.”
બીજી તરફ અન્ય એક વીડિયો વાયરલ તહયો છે. પાકિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસે જ શરમમાં પડવાનો વારો આવ્યો છે. પાકિસ્તાન ૧૪ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, પરંતુ આ વખતે દુબઈમાં બુર્જ ખલીફાના પ્રદર્શન પર તેનો ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ન હતો. આ આંતરરાષ્ટ્રીય ફજેતા પછી પાકિસ્તાનીઓએ હોબાળો મચાવ્યો હતો. લોકો પોતાના દેશને સમર્થન દર્શાવતા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાડવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના સેંકડો લોકો ગુસ્સામાં જાેવા મળી રહ્યા છે. તેઓ નિરાશ છે કે બુર્જ ખલીફાના પ્રદર્શન પર તેમના દેશનો ધ્વજ દેખાતો નથી. પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે રાહ જાેઈ રહ્યા હતા કે ડિસ્પ્લે પર તેમના દેશનો ધ્વજ જાેવા મળશે.
Recent Comments