fbpx
ગુજરાત

સુધારેલ કૃષિ કાયદો , ૨૦૨૦ ની લાક્ષણિકતાઓ

આર્થિક ઉદારીકરણના અનેક પ્રયત્નો છતાં ખેતી ક્ષેત્રે અપર્યાપ્ત માળખાકીય અને ધિરાણ સુવિધાઓ , ખેતી અને અન્ય વ્યાપારિક ક્ષેત્રો વચ્ચેની નાણાકીય અને વ્યાપારીક અસમાનતાઓ વગેરેને કારણે ખેડૂતોને ભોગવવી પડતી અસુવિધા અને નાણાકીય મુશ્કેલીઓને હલ કરવાના ભાગરૂપે કૃષિ કાયદામાં સુધાર કરીને ખેડૂતો માટે એક અભિનવ પહેલ કરવામાં આવેલ છે . ખેત ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય ( સશક્તિકરણ અને સુવિધા ) અધિનિયમ , ૨૦૨૦ અંતર્ગત ખેડૂતોને પોતાનું ખેત ઉત્પાદન કૃષિ ઉપજ બજાર સમિતી તેમજ તે સિવાય પણ રાજય અથવા રાજ્ય બહાર સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવ અથવા તેના કરતાં પણ ઊંચા બજાર ભાવે વેચવા માટે છૂટ આપવામાં આવેલ છે . નિયમાનુસાર ખેડૂતોને તેમના વેચાણ કરેલ ખેત ઉત્પાદનની ચૂકવણીની રકમ તે જ દિવસે અથવા ચૂકવણી માટે કાર્યવાહીની જરૂર હોય ત્યાં વધુમાં વધુ ત્રણ ( ૩ ) કાર્યકારી દિવસમાં કરવાની રહેશે . ખેડૂતોના સશક્તિકરણ અને સુરક્ષાના કરાર માટે ખાતરીપૂર્વકના ભાવ અને ખેત સેવા અધિનિયમ , ૨૦૨૦ અંતર્ગત ખેડૂતો તથા પ્રાયોજકો વચ્ચે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાના આધારે પાકની કાપણી પહેલા જ કૃષિ ઉત્પાદનની ખરીદ અને કૃષિ સેવાઓના પ્રાવધાનના કાયદાકીય કરાર કરવામાં આવશે , જેમાં ખેત ઉત્પાદનની કિંમતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે . કૃષિ કાયદામાં સુધારાના લાભ : વિશાળ એકીકૃત બજાર ઉપલબ્ધ થવાથી ખેડૂતો પોતાનું ઉત્પાદન જેને પણ વેચવા ઈચ્છે તથા જ્યાં પણ વેચવા ઈચ્છે ત્યાં વેચી શકે તેવી સ્વતંત્રતા , સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને પૂરી પડાતી ભાવ સુરક્ષા હાલની જેમ જ ચાલુ રહેશે . ખેડૂતોના અધિકારની સુરક્ષા માટે કાયદાકીય માળખાની જોગવાઈ . કરાર આધારીત ખેતી દ્વારા ખેડૂતોને યોગ્ય વળતરની ખાતરી તથા ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્ર સાથે ખેતરો સુધીના બુનિયાદી માળખાનો અનુબંધિત વિકાસ શક્ય બનશે . ખેડૂતોને ભાવોની કાયદાકીય સુરક્ષા પુરી પાડતાં નાના અને સિમાંત ખેડૂતો માટે પણ નફાકારક ખેતીની તકો વધશે . હાલમાં માત્ર અમુક મંડળીઓ સિવાય પણ ઊંચા ભાવે ઉત્પાદન વેચવા ખરીદવાની છૂટ મળતાં ગ્રામીણ યુવાઓ અને ખેડૂતોને વ્યવસાય સાંકળમાં જોડાવાની તક મળશે

Follow Me:

Related Posts