સુપોષણ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે બેઠક મળી
અમરેલી જિલ્લામાં કુપોષણ શબ્દ જ ન રહેવો જોઇએ : શ્રી કૌશિક વેકરિયા
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ દસ કુપોષિત બાળકોને દત્તક લેવાનો નિર્ધાર કર્યો છે
વૈશ્વિક નેતૃત્ત્વ અને ભારત દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારની અનેકાનેક લોક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે કે ભારત સરકાર કુપોષણને હટાવવા કટિબદ્ધ છે અને દેશમાં કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે લક્ષ્યાંક નિર્ધાર કર્યો છે.
મોદી સાહેબના સંકલ્પને સાર્થક કરવા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે સંગઠનને સાથે લઈને મંડળ સ્તર સુધીના કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને ગુજરાતમાં સુપોષણ અભિયાનને વેગવંતુ બનાવવા આહવાન કર્યું છે.
સુપોષણ અભિયાન સંદર્ભે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વસ્થ બાલક – બાલિકા સ્પર્ધા અને સૂપોષણ અભિયાન વિષય અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા4 શ્રી રાજેશભાઈ કાબરિયા4 જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા4 અભિયાન ઇન્ચાર્જ શ્રી દિપકભાઈ વઘાસિયા4 શ્રી અંબરીશભાઈ જોશી4 ડૉ. દેસાણી સાહેબ4 શ્રી દિવ્યેશ વેકરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ દસ કુપોષિત બાળકોને દત્તક લેવાનો નિર્ધાર કર્યો છે અને સૌ આગેવાનોને વિનંતી કરી હતી કે આ અભિયાનમાં સૌ સહભાગી બને અને અમરેલી જિલ્લાને કુપોષણમુક્ત કરીએ. તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કુલ ૨૩૨૪ બાળકો કુપોષિત છે, આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને જિલ્લાને કુપોષણ મુક્ત બનાવીએ. અમરેલી જિલ્લામાં કુપોષણ શબ્દ જ ન રહેવો જોઇએ એવો આપણે પ્રયાસ કરવાનો છે.
Recent Comments