સુપોષિત ગુજરાતના ઉદ્દેશ તરફ ઝડપથી આગળ વધતું ભાવનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ભાવનગર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફ નર્સ અને તાલુકા હેલ્થ ઓફિસરની લેચીન્ગ, સુધારેલી પારણાં પધ્ધતિ, પૂરક પોષક આહાર અને સગર્ભા અને ધાત્રી માતાના પોષણ સંબંધિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લામાં નવાં જન્મેલાં તમામ બાળકોને વૈજ્ઞાનિક અને અસરકારક સ્તનપાનની પધ્ધતિ અમલીકૃત થાય એ માટે વિભાગીય નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડ સતત પ્રયત્નશીલ છે.
અનુભવે અને પરિણામોને આધારે જાણવાં મળ્યું છે કે, તાજેતરમાં જન્મેલા બાળકોને જો લેચીન્ગ અને ક્રોસ ક્રેડલ – સુધાંરેલ પારણા પધ્ધતિને અસરકારક રીતે અમલમાં મૂક્યા બાદ જે બાળકોના વજન જ્ન્મના વજન કરતાં જ્ન્મ બાદ સામાન્ય રીતે ૫ થી ૬ મહિને ડબલ થાય છે, પરંતુ આ પધ્ધતિથી અઢી થી ૩ મહિને ડબલ થાય છે.
આમ, આ પધ્ધતિનો વધુમાં વધુ પ્રસાર થાય એ હેતુ થી જિલ્લા આર. સી. એચ. અધિકારી ડૉ. પી.વી. રેવર સતત ફોલોઅપ લઇ રહ્યાં છે અને ડૉ. ધવલ દવે, ડૉ. કરિશ્મા ધોળીયા અને ડૉ. મનસ્વિની માલવિયા, તાલુકા હેલ્થ ઓફિસરો, આર.બી.એસ.કે. તબીબી અધિકારીઓ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિકારીઓ આ સુપોષિત ભાવનગર માટે એક અભિયાન શરૂ કર્યુ છે. વિભાગીય નાયબ નિયામક ભાવનગર – ડૉ મનિષ ફેન્સીના નેતૃત્વમાં નિયમિત ગૃહ મુલાકાત દ્વારા આરોગ્ય વિભાગના કર્મીઓ બાળકના વજન, માતાનું પોષણ અને અસરકારક સ્તનપાનનું ફોલો-અપ લઇ રહ્યાં છે
Recent Comments