સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIPદર્શન બંધ કરવામાં આવ્યાંકોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ૫ હજાર રૂપિયા લઈ ફૈંઁ દર્શન થતાં હોવાનો આક્ષેપ કર્યો હતો
બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં ફૈંઁ દર્શન બંધ કરાયા છે. ફૈંઁ પ્લાઝાથી દાન રૂપે પાવતી લઈને દર્શન થતા હોવાનો આક્ષેપ કર્યા હતા. તો અગાઉ કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ૫ હજાર રૂપિયા લઈ ફૈંઁ દર્શનના આક્ષેપ કર્યો હતો. તો અંબાજી મંદિરના વહીવટદારએ નિવેદન આપ્યુ છે કે અત્યારે અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં પાવતી આપી દૃૈॅ દર્શન થતા નથી.તો આ તરફ ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શન માટેના પૈસા લેવામાં આવતા હોવાને લઈ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી વકર્યો છે. જે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન હવે પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારમાં લાગવાના શરુ થતા વિવાદ હવે વધુ વકરવા લાગ્યો છે. ડાકોર અને ઠાસરા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીઆઈપી દર્શનના ૫૦૦ અને ૨૫૦ રુપિયા લેવાના મુદ્દે પોસ્ટર-બેનર લાગ્યા છે.
Recent Comments