ભાવનગર

સુપ્રસિદ્ધ શ્રી ધનાભગત જગ્યા ધોળામાં શનિવારે સંતોની ઉપસ્થિતિમાં સાતમો પાટોત્સવ

લાભ પાંચમ પર્વે પ્રવેશ દ્વાર લોકાર્પણ સાથે રક્તદાન શિબિર – મુખ્ય મહેમાન રાજવી પરિવારના શ્રી જયવીરરાજ સિંહજી ગોહિલસુપ્રસિદ્ધ ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યા ધોળામાં શનિવારે સંતોની ઉપસ્થિતિમાં સાતમો પાટોત્સવ ઉજવાશે. અહી લાભ પાંચમ પર્વે પ્રવેશ દ્વાર લોકાર્પણ સાથે રક્તદાન શિબિર યોજાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન રાજવી પરિવારના શ્રી જયવીરરાજ સિંહજી ગોહિલ રહેશે.ગોહિલવાડના સુપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાન શ્રી ધનાભગત જગ્યા ધોળામાં આગામી શનિવાર તા.૧૮ લાભ પાંચમ પર્વે સંતોની ઉપસ્થિતિમાં સાતમો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન રાજવી પરિવારના શ્રી જયવીરરાજ સિંહજી ગોહિલ રહેશે.મહંત શ્રી બાબુરામ ભગત સાથે શ્રી ધનાબાપા સેવા સંસ્થાન પ્રમુખ શ્રી ગણેશભાઈ ખૂંટ સાથે સેવક સમુદાયના સંકલન સાથે આ ઉત્સવમાં શ્રી કાળુભાઈ ખૂંટ પરિવાર દ્વારા નિર્મિત પ્રવેશ દ્વાર લોકાર્પણ સંતો અને દાતાઓના હસ્તે થશે. અહીંયા સ્વર્ગસ્થ રતિલાલ કથીરિયાના સ્મરણાર્થે ધ્વજારોહણ શોભાયાત્રા આયોજન થયેલ છે.પાટોત્સવ પ્રસંગ સાથે શ્રી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબી ના લાભાર્થે રક્તદાન શિબિર યોજાશે.

Related Posts