fbpx
રાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી :આર્થિક નબળા લોકોને ૮ લાખની આવક મર્યાદા કયા આધારે નક્કી કરી

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓપ પર્શોનલ એન્ડ ટ્રેઇનિંગની અરજીને ગ્રાહ્ય રાખી હતી પરંતુ તે સાથે આર્થિક રીતે નબળા વર્ગના લોકોની કેટેગરી નક્કી કરવા કયા આધારે રૂ. ૮ લાખની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરી તે અંગેનો ખુલાસો એક એફિડેવિટ દ્વારા કરવાની પણ તાકીદ કરી હતી

. જાે કે સરકારે પ્રાથમિક રીતે એવી દલીલ કરી હતી કે નેશનલ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સના આધારે આર્થિક રીતે નબળા લોકોની જાહેર કરાયેલી કેટેગરી એ નીતિવિષયક બાબત છે. ન્યાયમૂર્તિ સર્વશ્રી ડી.વાય. ચંદ્રચુડ, વિક્રમ નાથ અને બીવી નાગરથ્નાની બેન્ચે કેન્દ્ર સરકારને આવક મર્યાદા નક્કી કરવા કયા ધારા-ધોરણો અને કયો આધાર લેવાયો, અને આ મર્યાદા નક્કી કરતાં પહેલાં કોઇ ચર્ચા-વિચારણા થઇ હતી કે કેમ અથવા તો ફક્ત અન્ય પછાત વર્ગોમાં આવતા ક્રિમિ લેયરને નક્કી કરતી મર્યાદામાંથી રૂ. ૮ લાખનો આંકડો પસંદ કરી લેવાયો હતો તે અંગેનો ખુલાસો કરવા તાકીદ કરી હતી.

મેડિકલની વિદ્યાશાખાના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ફરજિયાત આપવી પડતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની પરીક્ષામાં બેસવા માટે કેન્દ્ર સરકારે અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટિએ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ૧૦ ટકા, અન્ય પછાતવર્ગોના ઉમેદવારો માટે ૨૭ ટકા અને અનામત જાહેર કરતું એક જાહેરનામું ગત ૨૯ જુલાનિા રોજ બહાર પાડયું હતું તેને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અનેક અરજીઓ થઇ હતી.મેડિકલના વિવિદ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેલવવા માટે પાસ કરવી પડતી નીટની પરીક્ષામાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે વાર્ષિક રૂ. ૮ લાખની આવકની મર્યાદા નિર્ધારિત કરી હતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સરકારને જ સામે વેકધક પ્રશ્ન પૂછ્યો હતો કે તેણે કયા આધારે રૂ. ૮ લાખની આવકની મર્યાદા નક્કી કરી નાંખી.

Follow Me:

Related Posts