સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપીમાં ASI સર્વે પર ૨૬ જુલાઈ સુધી પ્રતિબંધના આપ્યા આદેશ
જ્ઞાનવાપી કેમ્પસમાં ચાલી રહેલા સર્વેનો રિપોર્ટ ૪ ઓગસ્ટ સુધીમાં છજીૈંને કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. તે જ સમયે, જ્યારે મુસ્લિમ પક્ષ આ સર્વેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે ઝ્રત્નૈંએ સર્વેને રોકવાનો ઇનકાર કરી દીધો. જાેકે સુપ્રીમ કોર્ટે એએસઆઈને હાઈકોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી ખોદકામ ન કરવા સૂચના આપી છે. ઉત્તર પ્રદેશના વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં આજથી સૌથી મોટો સર્વે શરૂ થયો હતો. આ વૈજ્ઞાનિક સર્વેક્ષણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)ની ૪૦ સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વજુખાના સિવાય કેમ્પસમાં સર્વત્ર સર્વે ચાલુ છે. આ સર્વે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર કરવામાં આવી રહ્યો છે. છજીૈંએ સર્વેનો રિપોર્ટ ૪ ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી છજીૈં સર્વે પર યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ૨૬મી જુલાઈના રોજ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી. ત્યાં સુધી, જ્ઞાનવાપી કેમ્પસમાં છજીૈં સર્વે પર વચગાળાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થઈ ત્યારે ઝ્રત્નૈંએ કહ્યું કે હજુ સુધી ત્યાં ખોદકામ થઈ રહ્યું નથી. મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફાની માંગ પર ઝ્રત્નૈંએ આદેશ જાહેર કરતા કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમ પક્ષની હાઈકોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી જ્ઞાનવાપીમાં કોઈ ખોદકામ કરવામાં ન આવે. જાે કે આ સમયગાળા દરમિયાન વીડિયોગ્રાફી, રડાર સર્વે અને ફોટોગ્રાફી ચાલુ રહેશે.
Recent Comments