fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમના આદેશ બાદ ઇમરાન ખાનને છોડવામાં આવ્યા, કહ્યું- મારી સાથે આતંકી જેવું વર્તન કર્યું

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. આ પહેલા ચીફ જસ્ટિસે તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને શુક્રવારે (૧૨ મે)ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સાથે પાક ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે તમારે (ઈમરાન ખાન) હાઈકોર્ટના ર્નિણયને સ્વીકારવો પડશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ઇમરાન ખાનની ધરપકડ બાદ એનએબીને ફટકાર લગાવી. ત્રણ જજાેની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું કે એનએબીએ કોર્ટનું અપમાન કર્યું છે. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે ઇમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે કોર્ટે ગુરૂવારે નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોને ઇમરાન ખાનને એક કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ ચીફ જસ્ટિસે ઇમરાન ખાનને છોડવાનો આદેશ આપ્યો છે. ખતરનાક ટ્રેન્ડને અટકાવવો પડશેઃ જીઝ્ર… કેમ એ આવો આદેશ આપ્યો જાણો…

ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કહ્યું કે કોર્ટ આ મામલે ખૂબ જ ગંભીર છે. આ મામલે કોર્ટ આજે જ યોગ્ય આદેશ જારી કરશે. ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે કોર્ટ પરિસરમાંથી વ્યક્તિની ધરપકડ કેવી રીતે થઈ શકે. કોર્ટની પોતાની ગરિમા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ કોર્ટમાં કોઈ સુરક્ષિત અનુભવી શકશે નહીં. કોર્ટ પરિસરમાં ધરપકડ એ ખતરનાક વલણ છે. આ બંધ થવું જાેઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ઈસ્લામાબાદ હાઈકોર્ટને નિર્દેશ આપીએ છીએ કે અરજીની સુનાવણી ૧૨ મેએ સવારે ૧૧ કલાકે કરવામાં આવે. કોર્ટમાં ઇમરાન ખાને કહ્યુ કે, તે અપીલ કરે છે કે તેને ઘરે જવા દેવામાં આવે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે તમારા ઘરને પણ સળગાવી શકાય છે. ઇમરાન ખાને કોર્ટમાં કહ્યું કે, કેટલુંક કોર્ટ અને કાયદાના હાથમાં છે. અમે દેશમાં માત્ર ચૂંટણી ઈચ્છીએ છીએ. છોડવાના આદેશ બાદ કોર્ટમાંથી નિકળતા ઇમરાન ખાને કહ્યુ કે, મને લાકડીથી મારવામાં આવ્યો. મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts