fbpx
ગુજરાત

સુપ્રીમ કોર્ટનો મહિલાઓના અધિકારો પર આપ્યો ઐતિહાસિક આદેશ

મહિલાઓના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે પછી ભલે તે પરણિત હોય કે અપરણિત. તમામ મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) સંશોધન અધિનિયમ ૨૦૨૧ની જાેગવાઈઓની વ્યાખ્યા કરતા આ ચુકાદો સંભળાવ્યો.  કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફક્ત પરણિત જ નહીં પરંતુ અપરણિત મહિલાઓ પણ ૨૪ અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. એટલે કે લિવ ઈન રિલેશનશીપ અને સહમતિથી બનેલી સંબંધોથી ગર્ભવતી થયેલી મહિલાઓ પણ ગર્ભપાત કરાવી શકશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાની વ્યાખ્યા ફક્ત પરણિત મહિલાઓ સુધી સિમિત રહી શકે નહીં.  કોર્ટના જણાવ્યાં મુજબ જાે મરજી વગર કોઈ વિવાહિત મહિલા ગર્ભવતી થાય તો તેને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ રેપ માનવું જાેઈએ અને એ રીતે તેને ગર્ભપાત કરાવવાનો અધિકાર હશે.

Follow Me:

Related Posts