સુપ્રીમ કોર્ટે મંગળવારે ત્રણ કેસ મામલે સુનાવણી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની અલગ-અલગ બેન્ચની સુનાવણી દરમિયાન આ મામલે બંધ કરવાનો ર્નિણય લીધો છે. તેમાંથી પહેલો કેસ વર્ષ ૨૦૦૦ના ગુજરાત રમખાણનો છે. બીજાે કેસ પ્રશાંત ભૂષણની વિરોધમાં અવમાનનાનો મામલો છે. ત્યાં જ ત્રીજાે કેસ બાબરી મસ્જિદનું બાંધકામ પાડવાની અવગણનાની કાર્યવાહીનો છે. આમ, ત્રણેય કેસને સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે ૨૦૦૦ના ગુજરાત રમખાણો દરમિયાન જાેડાયેલા તમામ કેસ બંધ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, ૯ કેસમાંથી ૮ કેસમાં ચુકાદો આવી ગયો છે અને નરોડા ગામ મામલે ટ્રાયલનું છેલ્લુ ચરણ છે. ત્યારે આ મામલે કાર્યવાહી રાબેતા મુજબ ચાલશે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણના વિરોધમાં ૨૦૦૯નો અપમાનનો કેસ બંધ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯માં તહલકા પત્રિકામાં આપેલા એક ઇન્ટરવ્યૂ પછી પ્રશાંત ભૂષણ સામે અપમાનના કેસની સુનાવણી શરૂ થઈ હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રશાંતે કહ્યુ હતુ કે, ‘ભારતના પૂર્વ ૧૬ ઝ્રત્નૈં ભ્રષ્ટ હતા.’ ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જી, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશની બેન્ચે વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલ દ્વારા પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલને માફી માગવાની જાણકારી આપ્યા પછી આ મામલે કાર્યવાહી બંધ કરતા કહ્યુ હતુ કે, ‘અપમાન કરનારાઓ દ્વારા કરવામાં આવેલી ક્ષમા યાચનાને ધ્યાને રાખીએ છીએ. તેથી અમે દાખલ થયેલા કેસ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ ગણતા નથી. આ કેસની કાર્યવાહી સમાપ્ત થઈ.’ સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૦૯માં એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં સુપ્રીમ કોર્ટના હાજર અને પૂર્વ ન્યાયાધીશ પર આરોપ લગાવવા મામલે પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલને નોટિસ ફટકારી હતી.
તરુણ તેજપાલ તે સમયે સંબંધિત પત્રિકાના સંપાદક હતા. ભૂષણે ૨૦૦૯માં અપમાન કેસના જવાબમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતુ કે, ન્યાયાધીશ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાથી અદાલતના અપમાનની કોઈ વાત થતી નથી અને માત્ર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાથી અદાલતનું અપમાન કર્યું ગણાય નહીં. ત્યાં જ બીજી તરફ, બાબરી મસ્જિદ પાડવાના અપમાન મામલે શરૂ કરેલી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, ‘અપમાનની અરજીને પહેલા સુચિબદ્ધ કરવામાં આવે. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે અયોધ્યા ભૂમિ વિવાદને નક્કી કરનારા સુપ્રીમ કોર્ટના ૯ નવેમ્બર, ૨૦૧૯ના ચુકાદા સાથે આ મુદ્દો ટકતો નથી, તેથી અપમાનની કાર્યવાહી બંધ કરવામાં આવે છે.’
ઉલ્લેખનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટના ત્રણ સદસ્યની બેન્ચે સુનાવણી કરતા કહ્યુ હતુ કે, ‘હવે આ કેસ મામલે કંઈ જ બચ્યું નથી. આ મામલે ભાજપના દિવંગત નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વના મુખ્યમંત્રી કલ્યાણસિંહને એક દિવસની સજા આપવામાં આવી હતી.’ મહત્ત્વનું છે કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨માં કારસેવકોએ બાબરી મસ્જિદ પાડી દીધી હતી. ત્યારબાદ કલ્યાણ સિંહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આગામી દિવસે એટલે કે ૭ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કેન્દ્રની નરસિમ્હા રાવ સરકારે ઉત્તરપ્રદેશ સરકારને બરખાસ્ત કરી હતી.
Recent Comments