fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકેસમાં જેલવાસ ૬ દોષિતોને મુક્ત કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ દોષિતોને છુટા કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુથેંદ્રરાજા અને શ્રીહરનને છુટા કરવામાં આવશે. જેલમાં તેમના આચરણ સારા હોવાનું તથા આ તમામે જેલમાં રહેવા દરમિયાન અલગ અલગ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડમાં આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારિવલનને છુટા કરવાના પોતાના ૧૮ મે ૨૦૨૨ના ર્નિણયને બાકી આજીવન દોષિતો પર પણ લાગૂ કર્યું છે.

કોર્ટે કહ્યું કે, તમિલનાડૂ કેબિનેટે ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તેમને છુટા કરવાની ભલામણ કરી હતી અને આ મત રાજ્યપાલ માટે બાધ્યકારી હશે, જેમની સમક્ષ દોષિતોએ માફી અરજી દાખલ કરી હતી. આપને જણાવી દઈએ કે, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૨૧ મે ૧૯૯૧ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડૂમાં હત્યા થઈ હતી. હત્યાકાંડમાં પેરારિવલન સહિત ૭ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ટા઼ડા કોર્ટે અને સુપ્રીમ કોર્ટે પેરારિવલનને મોતની સજા સંભળાવી હતી.

Follow Me:

Related Posts