રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનાલી ફોગાટ કેસમાં વિવાદિત કર્લીઝ રેસ્ટોરન્ટ પર તોડફોડની કાર્યવાહી પર રોક લગાવી

ભાજપના નેતા સોનાલી ફોગાટના મોત મામલે એકબાજુ જ્યાં ગોવા સરકારને મોટો ઝટકા લાગ્યો છે ત્યાં ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે કર્લીઝ રેસ્ટોરન્ટમાં ચાલી રહેલી તોડફોડની કાર્યવાહી પર રોક લગાવી છે. આ ઉપરાંત ગોવા સરકારને નોટિસ ફટકારતા રેસ્ટોરન્ટ સંબંધિત તમામ દસ્તાવેજ અને તસવીરો તલબ કરી છે. અત્રે જણાવવાનું કે પ્રશાસન તરફથી કર્લીઝ ક્લબને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. કાંઠા વિસ્તારોના કાયદાના ભંગ પર કર્લીઝ રેસ્ટોરન્ટના ડિમોલિશન પર ડીવાયએસપી જીવબા દલવીએ કહ્યું હતું કે અમે ડિમોલિશન માટે પોલીસ સુરક્ષા આપી રહ્યા છે. અને આદેશ મુજબ તેને ધ્વસ્ત કરવામાં આવી રહી છે. કર્લીઝ બહાર પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. અત્રે જણાવવાનું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગોવાના કર્લીઝ રેસ્ટોરન્ટના ડિમોલીશન પર રોક લગાવનારી અરજીને ફગાવી હતી.

ત્યારબાદ કર્લીઝ ક્લબને તોડવાનો રસ્તો ક્લીયર થઈ ગયો હતો. ગોવાના ડીજીપીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓ ચાલી રહી હતી. આ સાથે જ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી કહેવાયું કે આ રેસ્ટોરન્ટ ગેરકાયદેસર હતું. પોલીસ પ્રશાસને પણ સરકારને લખ્યું હતું કે તેમની પાસે જે લાઈસન્સિસ છે તેમને રદ કરવા જાેઈએ. ય્ર્ટ્ઠ ર્ઝ્રટ્ઠજંટ્ઠઙ્મ ર્ઢહી સ્ટ્ઠહટ્ઠખ્તીદ્બીહં છેંર્રિૈંઅ એ એડવિન નૂન્સ અને લિનેટ નૂન્સ દ્વારા ચાલતા નાઈટક્લબ, બાર અને રેસ્ટોરન્ટ સ્વરૂપની તમામ વ્યવસાયિક ગતિવિધિઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ ગુરુવારે એક સ્થાનિક કોર્ટે કર્લીઝ રેસ્ટોરન્ટના માલિક એડવીન નૂન્સને ૩૦,૦૦૦ રૂપિયાના વ્યક્તિગત જામીન બોન્ડ તથા ૧૫,૦૦૦ રૂપિયાના બે જામીનદારો પર સશર્ત જામીન આપ્યા. એડવિન નૂન્સના વકીલ એડવોકેટ કમલાકાંત પોલેકરે કહ્યું કે નૂન્સ કર્લીઝ જઈ શકશે નહીં અને ગોવા છોડતા પહેલા તેમણે મંજૂરી લેવાની જરૂર છે.

અત્રે જણાવવાનું કે ગોવા પોલીસે જાણકારી આપી હતી કે સોનાલી ફોગાટને તેના બે સહયોગીઓએ જબરદસ્તીથી નશીલું પીણું પીવડાવ્યું હતું. આ મામલે આરોપી બનાવવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. સોનાલી ફોગાટને ૨૩ ઓગસ્ટના રોજ ઉત્તર ગોવાના અંજૂનામાં સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. એક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના શરીર પર ઈજાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગોવા પોલીસે હત્યાનો મામલો નોંધ્યો હતો.

Related Posts