રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટ અદાણી-હિંડનબર્ગ કેસમાં બનાવશે કમિટી

અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવવાનો ર્નિણય કર્યો છે. આ કમિટીની નિયુક્તિથી જાેડાયેલા મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે આદેશ જારી કરશે, જમા કમિટી વિશે જાણકારી આપવામાં આવશે. દેશની ઉચ્ચ અદાલતે કહ્યું કે, કમિટી આ પ્રકારના મામલાઓમાં સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા, તેના માટે સુરક્ષા નિયામકો અને તેને કેવી રીતે મજબૂત કરવામાં આવે તેના પર કામ કરશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, કેન્દ્ર દ્વારા સીલબંધ કવરની સલાહને સ્વીકારમાં આવશે નહીં કારણ કે અદાલત આ મામલે સંપૂર્ણ પારદર્શિતા રાખવા માગે છે. હકીકતમાં શેરબજાર માટેના નિયમનકારી પગલાંને મજબૂત કરવાના કિસ્સામાં, સરકારે નિષ્ણાત પેનલ પર સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સૂચનો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે હવે નકારી કાઢ્યો છે. સીજેઆઈ ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ છે.

Follow Me:

Related Posts