fbpx
ગુજરાત

સુમુલ ડેરીએ કરેલા દૂધના ભાવનો મહિલાઓએ ચૂલા પર ચા બનાવી વિરોધ કર્યો

સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને સુમુલ ડેરી દ્વારા દૂધમાં થયેલા વધારાને લઇને ગૃહિણીઓ પોતાનો રોષ ઠાલવી રહી છે. ભાવ વધારાને કારણે પ્રતીકરૂપે લાકડાનો ચૂલો બનાવી દૂધ વગરની ચા બનાવીને પીધી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસના ભાવમાં ૨૫ રૂપિયાનો તોતિંગ વધારો કરી દીધો છે. જેને કારણે મધ્યમ અને ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક બાદ એક થતા વધારાને કારણે મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. એક તરફ કોરોનાકાળને કારણે નાના ઉદ્યોગોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. લોકો પાસે આવકના સાધનો નથી તેવા સમયે ધરખમ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં જ સુમુલ ડેરી દ્વારા લીટર દૂધના ભાવમાં ૪ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો.

Follow Me:

Related Posts