બોલિવૂડ

સુમોના ચક્રવર્તીના જન્મ દિવસે જાણો તેમનાં જીવનની કેટલીક ખાસ વાતો

સુમોના ચક્રવર્તી પહેલીવાર ૧૧ વર્ષની ઉંમરે સિલ્વર સ્ક્રીન પર જાેવા મળી હતી. સુમોનાને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ સાથે કામ કરવાની તક મળી. આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં સુમોનાએ બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. સુમોના ચક્રવર્તી ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. ૨૪ જૂન ૧૯૮૮માં નવાબોનાં શહેર લખનઉમાં જન્મી છે. તેણે વર્ષ ૧૯૯૯માં આમિર ખાનની ફિલ્મ ‘મન’થી સુમોનાએ ચાઇલ્ડ એક્ટર તરીકે તેનાં કરિઅરની શરૂઆત કરી છે. પણ સુમોનાની પોપ્યુલારિટી સ્મોલ સ્ક્રિન પર જાેવા મળી રહી છે. સુમોના ચક્રવર્તીને સિગારેટ પીવાની લત હતી. ઘણી વખત કપિલે તેને સેટ પર સિગારેટનો પફ લેતા પકડી હતી અને તેણે તેને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ સુમોનાને કપિલની રોકટોકી એટલી ખરાબ લાગતી હતી કે એક વખત તેની સાથે ઝઘડો પણ થઈ ગયો હતો. જાેકે, બાદમાં બંનેએ એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું.

સુમોના ચક્રવર્તી હવે સિગારેટ નથી પીતી. તેણે લગભગ ૬ વર્ષ પહેલા આ ખરાબ ટેવ છોડી દીધી હતી. સુમોનાએ ૨૦૨૦માં એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો બે વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે સુમોના પાસે કોઈ કામ નહોતું. તેણે સોશિયલ મીડિયા દ્વારા કામ માટે વિનંતી કરી હતી. તેણે ૨૦૨૦ માં તેની એક પોસ્ટમાં લખ્યું હતું કે તેની પાસે લાંબા સમયથી કોઈ કામ નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકોમાં તેના વિશે ખોટી માન્યતા છે કે તે તગડી ફી લે છે અને તેથી તેને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કામ ન મળવાનું એક કારણ અભિનેત્રીએ એ પણ આપ્યું હતું કે પાર્ટીઓમાં ન જવાને કારણે તેના સંપર્ક સારા નથી ફિલ્મ ‘મન’ સુપરહિટ રહી પરંતુ સુમોનાએ તે પછી અન્ય કોઈ ફિલ્મમાં કામ કરવાને બદલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. લાંબા સમય બાદ યુવા સુમોનાને ટીવી ક્વીન એકતા કપૂરે બ્રેક આપ્યો હતો.

એકતા કપૂરે ‘કસમ સે’માં સુમોનાને કાસ્ટ કરી હતી. આ સિરિયલમાં પ્રાચી દેસાઈ અને રામ કપૂર સાથે કામ કર્યું હતું. આ સિવાય સુમોના ‘ડિટેક્ટીવ ડોલ’, ‘કસ્તુરી’ જેવા શોનો ભાગ રહી ચૂકી છે. પરંતુ સુમોના ચક્રવર્તીને ૨૦૧૧માં ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’થી લોકપ્રિયતા મળી હતી. એકતા કપૂરના આ શોમાં નતાશાનું પાત્ર ભજવીને સુમોના દર્શકોની પ્રિય અભિનેત્રી બની ગઈ હતી. સુમોના ચક્રવર્તીએ આ પછી પણ ઘણા શોમાં કામ કર્યું, પરંતુ જ્યારે તે કોમેડી શોનો ભાગ બની ત્યારે તેની કોમિક ટાઈમિંગે દર્શકોને ખૂબ હસાવ્યા.

Related Posts