સુરક્ષાદળો આકરા પાણીએઃ પુલવામામાં ૩ આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી પ્રમાણે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાં પાકિસ્તાની લશ્કર કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા પણ સામેલ છે, બાકીના બે સ્થાનિક આતંકી છે. જ્યારે અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જાણકારી પ્રમાણે ભારતીય સુરક્ષાદળોને ખુફિયા જાણકારી મળી હતી કે પુલવામા સેક્ટરમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે.
ખુફિયા જાણકારીના આધાર પર સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ સાથે મળીને વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે ખુદને ઘેરાતા જાેઇને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું અને વિસ્તારમાં ક્યાંક છૂપાઈ ગયા. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે કેટલાક આતંકવાદી અત્યારે પણ વિસ્તારમાં છૂપાયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ છ્જીને મોટી સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે થયેલી અથડામણમાં પણ ૬ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુંદરબની ખાતે ૨ પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ ૬ આતંકવાદીઓને સેનાએ ગોળીઓથી વીંધી નાખ્યા હતા. સેનાએ એલઓસી પાસે આવેલા રાજાેરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને ૨ પાકિસ્તાની આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા. આ અથડામણમાં નાયબ સૂબેદાર સહિત ૨ જવાન પણ શહીદ થયા હતા જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો.
ગત ૨૯ જૂનના રોજ સુંદરબની સેક્ટરના દાદલ ગામમાં સંદિગ્ધો જાેવા મળ્યા હતા જેમને શોધવા માટે સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Recent Comments