સુરક્ષિત રીતે દિવાળીના ફટાકડા ફોડી ઉજવણી કરે :વડોદરા ફાયર બ્રિગેડ
વડોદરા ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરીજનો સુરક્ષિત દીપાવલી પર્વ મનાવે તે ફાયર બ્રિગેડનુ મુખ્ય લક્ષ્ય હોય છે. ફાયર બ્રિગેડના જવાનો તહેવાર હોય કે, કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ સમયે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. લોકોને સુરક્ષા પૂરી પાડે છે.વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, તમારી દિવાળી સુરક્ષિત રહેશે તો અમારી દિવાળી શુભ રહેશે. હું નિકુંજ આઝાદ વડોદરા ફાયર બ્રિગેડ પરિવાર તરફથી આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું સાથે જ સુરક્ષિત દિવાળી મનાવવાની અપીલ કરું છું.વડોદરા શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન આગની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈને ફાયર બ્રિગેડની ટીમો સજ્જ કરવામાં આવી છે. વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા હાલ એક ઇમોશનલ વિડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરીજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે લોકોને સુરક્ષિત દિવાળી ઊજવવાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, ફાયર સર્વિસ, અમારું કામ જ એવું છે કે, ક્યાં, ક્યારે કેવી રીતે શું થઇ જશે એનું કઈ નક્કી નહીં અને વાત કરીએ દિવાળીના તહેવારોની તો આ સમયે આગ લાગવાની ઘટનામાં ઘણો વધારો થઈ જાય છે. દિવાળી પરિવાર અને મિત્રો સાથે મનાવવી, ફટાકડા ફોડવા, દીવા કરવા બધું કરવાનું મન થાય છે. પણ દિવાળીના સમયમાં તમારા શહેરને આગથી બચાવવું એ પણ મારી ફરજ અને અમારું કામ છે. દિવાળીના સમયમાં અમે મજા અને મોજ-મસ્તી કરવા જતા રહ્યાં તો, શું ખબર શહેરમાં કોઈની દિવાળી બગડશે અને અમે એવું ક્યારેય નહીં થવા દઈએ.
Recent Comments