સુરતના ઓળપડમાં આગની ઘટના બની છે,ઓલપાડની મુખ્ય બજારમાં આવેલ પરા વિસ્તારની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો,મુખ્ય બજારમાં આવેલ ગેસ સ્ટવ ની દુકાનમાં બ્લાસ્ટની ઘટના બની છે,દુકાનમાં ગેસ સ્ટવ રીપેરીંગ દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી બાદમાં દુકાનમાં આગ લાગતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં નાસભાગ મચી હતી,ઘટના ઓલપાડ ટાઉનના મુખ્ય બજારમાં આવેલ સ્ટવની દુકાનમાં બની હતી,મુખ્ય બજાર ને કારણે લોકો ની અવળ જવર વધુ હોય છે પરંતુ આગની બનેલ આ ઘટનામાં સદ્ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બનાવને લઈ 2 ફાયર ફાઈટર અને ઓલપાડ પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.
સુરતઃ ઓલપાડના પરા વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા સિલિન્ડરમાં બ્લાસ્ટ


















Recent Comments