ગુજરાત

સુરતઃ ટ્યુશન જવા નિકળેલા છ વર્ષના બાળકનો ઘરની ટાંકીમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો.!

સુરતના ગોડાદરામાં ૬ વર્ષનો બાળક ઘરેથી ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. અને ટ્યુશનેથી પરત ના ફરતા પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ તેમ છતાં તેની કોઈ ભાળ ના મળતા પોલીસની મદદ લેવાઈ હતી. જેમાં તપાસ કરતા બાળકની લાશ ઘરની ઉપર આવેલી પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

મળતી માહીતી પ્રમાણે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા ધીરજનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલ પત્ની એક પુત્ર અને એક પુત્રી સાથે રહે છે જે પૈકી ૬ વર્ષીય સ્મીત ધોરણ-૧ માં અભ્યાસ કરી રહ્યો હતો. સ્મિત મંગળવારે સાંજે ટયુશન પર જવાનું હોવાથી ઘરેથી નીકળી ગયો હતો. પણ સ્મિત ટયુશનમાં જવાની ઈચ્છા ન હોવાથી પહેલા માતાને ના પાડી હતી પણ માતાએ ફરજ પાડતા ટયુશનના સમયે નીકળી તો ગયો પણ ઘરના બાજુના મકાનના ટેરેસ પર પહોંચી ગયો હતો. ટયુશનનો સમય પુરો થયો હોવા છતાં સ્મિત ઘરે ના આવતા પરિવારે શોધખોળ આદરી હતી અને પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા જાણી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી.

પોલીસે ઘરની બાજુની કરીયાણાના દુકાનના સીસીટીલી ફુટેજ ચેક કરતાં સ્મિત બહાર નીકળતા દેખાયો ન હતો. જેથી ઘરના ટેરેસ અને બાજુના ટેરેસ પર તપાસ રતાં ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પાણીની ટાંકી ઉફર ચઢવા જતાં અકસ્માતે પડી ગયો હોવાની ઘારણા સાથે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. સ્મિતના મોતની ખરૂ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જેનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ જાણવા મળશે.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ટ્યુશન માટે પુત્ર નીકળ્યો હતો. અને સમય જતા અમે તેની તલાશ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ના હતી. અમે પોલીસની મદદ લીધી હતી જેથી પોલીસ દ્વારા તપાસ કરી હતી અને ઘરની અગાસી તપાસ કરાઈ હતી જેમાં ટાંકામાંથી તેની લાશ મળી આવી હતી. તે ટ્યુશન જવાના બહાને અગાસી પર આવેલી ટાંકી પાસે પહોચી ગયો હતો અને તેમાં પડી જતા મોત થયું હતું.

Related Posts