ગુજરાત

સુરતનાં માંગરોળ ફરી એકવાર એક યુવતી સાથે દુષ્કર્મ કેસ સામે આવ્યો

પોલીસની ટીમ આરોપીનો કબ્જાે લઈ સુરત રવાના થઈ છે. સુરતમાં માંગરોળમાં સગીરા પર ગેંગરેપ બાદ ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી લીધી છે. ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, દરમિયાન એલસીબીને બાતમીના આધારે આરોપીને અમદાવાદ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમ આરોપીનો કબ્જાે લઈ સુરત રવાના થઈ છે. અન્ય આરોપી શિવ શંકરનું કસ્ટડીમાં મોત નિપજ્યું હતું તેનું આજે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ એક મહિના બાદ આવશે.

તબીબ તપાસમાં આરોપીનું મોત કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. જાેકે, રિપોર્ટ આવ્યા બાદ સચોટ માહિતી મળશે. રાજુ ગુજરાત સહિત રાજસ્થાનના આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે. તે રાજસ્થાન કોર્ટમાંથી જામીન મેળવીને સુરત આવ્યો હતો. રાજુ ચોરીના ૮ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ એકબીજાને ઓળખતા હતા. રાજસ્થાનથી સુરત આવીને તે મુન્ના અને શિવશંકર સાથે રહેવા લાગ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક સુરત ગ્રામ્ય એસપી દ્વારા ૨૦ પોલીસ અધિકારીઓની રાહબરી હેઠળ ૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી હતી અને તમામ અધિકારીઓને અલગ અલગ ગ્રેડ સર્ચના માધ્યમથી તમામ વિસ્તારને બ્લોક્સમાં ડિવાઈડ કરીને આખા વિસ્તારમાં આરોપીઓની શોધખોળ માટે કામે લગાડવામાં આવ્યા હતા.

દુષ્કર્મ ગુનાની તપાસ માટે જીૈં્‌ની રચના કરવામાં આવી છે. જેમાં આર.આર. સરવૈયાની આગેવાની હેઠળ ૬ પીઆઇ તપાસ કરી ચાર્જશીટ ફાઈલ કરશે. પકડાયેલા આરોપીઓમાં એક બિહારનો અને બીજાે મધ્યપ્રદેશનો છે. આ ગેંગરેપ અંગે માહિતી આપતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, મોટા બોરસરા ગામ નજીક સગીર અને સગીરા રાત્રે ઊભા રહીને વાતચીત કરતા હતા. એ દરમિયાન બાઈક પર ત્રણ નરાધમો આવ્યા હતા. પહેલા તો એમણે આવીને અહીં કેમ ઊભા છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ નરાધમોએ લઈ લીધા હતા. તરૂણ અને તરૂણી બંનેના કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને તરૂણીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જાે કે, જે-તે સમયે તરૂણ અને તરૂણી બંને નરાધમોને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. બાદમાં સગીરાનો મિત્ર બાજુમાં રહેલા માછીમારોને જાણ કરી હતી અને ગ્રામજનો દોડી આવી સગીરાને લઈ હોસ્પિટલ ખસેડી હતી.

Related Posts