સુરતનાં સાયણ ગામ પાસે વિદ્યાર્થીઓથી ખિચોખીચ ભરેલી રીક્ષા પલટી ગઈસ્થાનિકોએ દોડી આવીને બાળકોને બહાર કાઢ્યા

સુરતમાં વિદ્યાર્થીઓને લઇ જઇ રહેલી રીક્ષા પલટી મારવાની ઘટના બની છે. સાયણ ગામે આ સમગ્ર ઘટના બની છે. રીક્ષામાં ખીચોખીચ બાળકો ભરેલા હતા. સ્થાનિકોએ દોડી આવીને બાળકોને બહાર કાઢ્યા. સદનસીબે કોઇ જાનહાની સામે નથી આવી. આ રીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ હતા. ખીચોખીચ આ રીક્ષા ભરી હતી. જેને કારણે આ અકસ્માત થયો. સાયણ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા જે અચાનક પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી. રીક્ષાનો અકસ્માત થતાં આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્ફ વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કે કઈ રીતે આ રીક્ષા એકા એક પલટી મારે છે.
Recent Comments